________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
- ગન્ધતિ -
उच्यते → जीवाधिकारानुवृत्तौ गतिनियमविवक्षायामनुपात्तमपि सूत्रे लाघवैषिणा भाष्यकारेणोपात्तमेकप्रयत्नसाध्यत्वात्, अन्यथा तु गौरवं जायते । अतश्चेदमवश्यमर्थतो वक्तव्यम् पुद्गलानां चेति, उत्तरत्र सूत्रे जीवग्रहणाद्, अन्यथा जीवाधिकारानुवृत्तौ जीवग्रहणस्य न किंचित् प्रयोजनमुपलभ्यते', तस्मात् पश्यत्ययमाचार्यो जीवानां पुद्गलानां च गतिनियमं अनन्तरसूत्रे ऽतः पुद्गलव्य - वच्छित्तये जीवग्रहणमिति ।
१५९
आकाशप्रदेशानुश्रेणिर्भवति । जीव- पुद्गलावगाहलक्षणमाकाशं तस्य प्रदेशाः = પરમાળवोऽमूर्तास्तेषां पङ्कितः = प्रदीर्घा श्रेणिरसंख्यातप्रदेशा, पुद्गलगमने तु सङ्ख्यातप्रदेशाऽपि, तामेवंહેમગિરા -
શી રીતે આવી પડ્યું ? કેમકે અહીં જીવનો અધિકાર ચાલી રહ્યો છે.
ઉત્તર : જીવના અધિકારની અનુવૃત્તિમાં જીવ અંગેના ગતિ નિયમની વિવક્ષાવાળા સૂત્રમાં નહીં ગ્રહણ કરાયેલું પણ પુદ્ગલ (= અજીવ)નું ગ્રહણ લાઘવને ઇચ્છનાર ભાષ્યકારશ્રીએ ગ્રહણ કર્યું છે. કેમકે તે એક પ્રયત્નથી સાધ્ય છે. (જીવના ગતિ નિયમને બતાવવાનો પ્રસંગ ચાલુ હોય ત્યારે જીવની સાથે અજીવના ગતિ-નિયમની પણ વાત થઈ જાય તો આગળ આ વિષયને ફરી કહેવો ન પડે.) અન્યથા ગતિના નિયમ કથન પ્રસંગે જો અર્થતઃ = ભાષ્યતઃ પુદ્ગલોનું ગ્રહણ ન કરીએ તો પુદ્ગલ સંબંધી વ્યાખ્યા વખતે ફરી આ વિષયને કહેવાથી ગૌરવ થાય તે ન થાય એ માટે ‘પુર્વાનાનાં ' એવું આ પદ (સૂત્રમાં ભલે નથી લખાયું છતાં) અર્થથી (= ભાષ્યથી) અવશ્ય કહેવું જોઈએ. (સૂત્રમાં પુદ્ગલોના ગ્રહણ વિશે યુક્તિ →) જેના દ્વારા જીવના પ્રસ્તાવની ચાલતી અનુવૃત્તિ અટકી ગઈ છે, એવા પુદ્ગલોનું ગ્રહણ પ્રસ્તુત ૨/૨૭ સૂત્રમાં ગર્ભિત રીતે રહેલું જ છે કેમકે ૨/૧૮ સૂત્રમાં પુનઃ ‘ઝીવશ્ર્વ’ પઠનું ગ્રહણ કર્યું છે. અન્યથા (= અનુવૃત્તિને અટકાવનાર પુદ્ગલ શબ્દનું ગર્ભિત રીતે ગ્રહણ ૨/૨૭ સૂત્રમાં ન હોત તો) જીવના પ્રસ્તાવની અનુવૃત્તિ ચાલતી હોવાથી ૨/૨૮ સૂત્રમાં નીવસ્વ પદને ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન પ્રાસ થાય નહીં. તેથી (= આ યુક્તિથી) સિદ્ધ થાય છે કે - અહીં ૨/૨૭ સૂત્રમાં આ આચાર્યશ્રી જીવો અને પુદ્ગલોની ગતિના નિયમને જુએ છે અર્થાત્ ૨/૨૭ સૂત્રથી બંનેના ગતિ નિયમ કહેવા ઇષ્ટ છે, એથી પછીના ૨/૨૮ સૂત્રમાં પુદ્ગલની બાદબાકી કરવા માટે ‘નવસ્વ’ પદનું ગ્રહણ કર્યું છે એમ જાણવું.
=
જીવ અને પુદ્ગલોની આકાશ પ્રદેશની શ્રેણીને અનુસરનારી ગતિને જણાવતાં વાચકશ્રી કહે છે કે આકાશ એ જીવ અને પુદ્ગલને અવગાહના આપવાના લક્ષણવાળું છે. તે આકાશના પ્રદેશો એટલે અમૂર્ત એવા પરમાણુઓ, એ પરમાણુઓની પંક્તિ અર્થાત્ અસંખ્ય પ્રદેશવાળી ઘણી દીર્ઘ શ્રેણી, વળી પુદ્ગલના ગમનમાં તો સંખ્યાત પ્રદેશવાળી પણ શ્રેણી હોય. તે આવા - પ્રા./ ૨. સૂત્રો: - XI, I
१. लभ्येत