________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- દ્વિવિધાનિર/દ્દા भाष्यम् :- द्विविधानीन्द्रियाणि भवन्ति, द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च ॥२/१६॥
-- गन्धहस्ति पेक्षया पञ्चापि द्वाभ्यां विशेषाभ्यां भिद्यन्ते निर्वृत्त्युपकरणविशेषेण लब्ध्युपयोगविशेषेण चेति ।
ननु चैवं दशेन्द्रियाणि प्रसजन्ति द्विपञ्चकाभिधानात् ततश्च नियमोऽनर्थकः षडादिप्रतिषेधश्चेति। उच्यते → यद्येवमभविष्यद् ‘दशेन्द्रियाणीति' सूत्रमकरिष्यत् प्राक्तनम् न चैवमारचितं तस्मादाश्रयप्रकारकथनमेतद् विवक्षितमेकस्यैव द्वित्वेन, यथा हि भवनद्वारं दार्वाकाशपरिच्छेदवदपि न द्वय्यामवतिष्ठते द्वित्वेऽप्याकाश-दारुणोः, प्रयोजनं चास्य निर्गम-प्रवेशलक्षणमेकस्यैव हि तथा लब्धि-निर्वृत्त्युपकरणोपयोगाः क्रमेणामुना चतुष्ट्यमिन्द्रियलक्षणमविशकलितम्, न चेन्द्रियबहुत्वम्, अत एव निर्वृत्त्यभावाच्छेष
સૂત્રાર્થ • ઈન્દ્રિયો બે પ્રકારે છે. ૨/૧૬ IT. ભાષ્યાર્થ : ઈન્દ્રિયો બે પ્રકારે હોય છે, તે આ પ્રમાણે - ૧) દ્રવ્યેન્દ્રિયો અને ૨) ભાવેદ્રિયો ૨/૧૬
- હેમગિરા - સામાન્ય રીતે કહ્યું હોવાથી પાંચેય ઇન્દ્રિયો બે પ્રકારે હોય છે એમ જાણવું. આના પછીના બે સૂત્રો (માં કહેવાતા ભેદો)ની અપેક્ષાએ આ પાંચેય ઇન્દ્રિયો બે વિશેષ = ભેદમાં વિભાજિત કરાય છે. ૧) નિવૃત્તિ-ઉપકરણ ભેદ અને ૨) લબ્ધિ-ઉપયોગ ભેદ એમ વિભાજિત કરાય છે.
ફક સમસ્ત ઇન્દ્રિયના પેટાગત મૂળ બે ભેદ ફe પ્રશ્નઃ આ પ્રમાણે (= ઉપરોક્ત રીતે દ્રવ્ય અને ભાવ વડે બે વાર પાંચ ઇન્દ્રિયો કહેતાં ૧૦ ઇન્દ્રિયો કહેવાનો પ્રસંગ આવે અને તેથી (પૂર્વના ભાષ્યમાં દર્શાવેલ ઇન્દ્રિયો પાંચ જ હોવાનો) નિયમ અને ૬ આદિ ઇન્દ્રિયોનો નિષેધ અનર્થક (= નિરર્થક) ગણાશે.
ઉત્તર : આ રીતે જો ઇન્દ્રિયો ૧૦ પ્રકારે હોત તો પહેલાં જ “શેન્દ્રિયાળ' એવું સૂત્ર વાચકપ્રવરશ્રી એ બનાવ્યું હોત પરંતુ આ પ્રમાણે રચાયું તો નથી. તેથી બે સંખ્યા દ્વારા એક (= ઇન્દ્રિય)ના જ આશ્રયના બે પ્રકાર કહેવા ઇષ્ટ છે. જેમ લાકડા અને આકાશના પરિચ્છેદ (= મર્યાદા = આશ્રય)વાળો એવો પણ ભવનનો દરવાજો, આકાશ (= દરવાજો ખુલવાની ખાલી જગ્યા) અને લાકડામાં દ્વિત્ય સંખ્યા હોવા છતાં પણ બે સંખ્યામાં રહેતો નથી (એ તો એક સંખ્યામાં જ રહે છે, કેમકે આ એક (દરવાજા)નું જ નિર્ગમ અને પ્રવેશ સ્વરૂપ બંને પ્રયોજન = કાર્ય છે. તે જ રીતે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ આ ક્રમ વડે રહેલ ચતુષ્ટચ (= ૪નો સમુદાય) એ ઇન્દ્રિયનું અખંડિત લક્ષણ છે (અર્થાત્ આ ૪ મળીને જ એક ઇન્દ્રિય છે. માવત્તિ – મુ (ઉં. વ.)