________________
७३
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
માધ્યમ્ - તે નવાઃ સમાતો દ્વિવિધા મર્યાન્તિ સંસારનો મુગ્ધાર/૨૦ || किञ्चान्यत्।
- સ્થિતિ : समस्य कस्माल्लाघवैषिणा निर्देशो नाकारि सूरिणेति ? उच्यते → भिन्नस्वभावप्रतिपादनार्थमुभयेषाम्, संसारिणो हि प्रागभिहितीपशमिकादिस्वभावास्तद्विनिर्मुक्तास्तु मुक्ताः। तथोभयत्रोभयोबहुवचनमानन्त्यप्रतिपत्तये, संसारिणोऽनन्ताः मुक्ताश्चेति। संसारिणामादावुपन्यासः प्रत्यक्ष-बहुभेदवाच्यार्थं', तदनु मुक्तवचनं संसारिपूर्वकत्वप्रसिद्ध्यर्थं तत्साहचर्यादभावनिषेधार्थं च। एकैकानेकविकल्पज्ञापनार्थ - श्चशब्दः। संसारिणां तावत् समनस्कादिभेदोऽनन्तर एव वक्ष्यते, मुक्तानामप्यनन्तर-परम्परतद्भेदाः
ભાષ્યાર્થ:- તે જીવો સંક્ષેપથી બે પ્રકારે હોય છે - સંસારી અને મુક્તાર/૧૦ || વળી બીજું એ કે
– હેમગિરા પ્રમાણે કહેવાય છે.
સંસારી - મુક્ત પદની વિચારણા છે પ્રશ્ન : લાઘવના ઇચ્છુક એવા વાચકપ્રવરશ્રીએ (“સંસારી” અને “મુક્ત’ પદ વચ્ચે) સમાસ કરીને નિર્દેશ કેમ નથી કર્યો?
ઉત્તર : ‘બંને ભિન્ન સ્વભાવવાળા છે તેવું પ્રતિપાદન કરવા માટે સમાસ કર્યો નથી. તાત્પર્ય એ છે કે – સંસારી જીવો ખરેખર પૂર્વે કહેવાયેલ ઔપશમિકાદિ સ્વભાવવાળા છે વળી તેનાથી (= ઔપશમિકાદિ સ્વભાવથી) મૂકાયેલા મુકત છે, એવું પ્રતિપાદન કરવા માટે સમાસ કર્યો નથી.
સૂત્ર તથા ભાષ્ય એમ બંને ઠેકાણે સંસારી અને મુક્ત એમ બંને પદોમાં બહુવચન એ બંને જીવોની અનંતી સંખ્યાને જણાવવા માટે છે, તે આ મુજબ કે સંસારી જીવો અનંતા છે અને મુકત જીવો (પણ) અનંતા છે. વળી સંસારી જીવોનો પ્રથમ ઉપન્યાસ કરવા પાછળ એ પ્રયોજન છે કે આ જીવો તો પ્રત્યક્ષ છે અને ઘણાં ભેદથી વાચ્ય (= ઘણાં ભેજવાળા) છે. ત્યારબાદ મુકત પદ છે, એ સંસાર પૂર્વકતાને અર્થાત્ મુક્ત જીવો પહેલા સંસારી હતા એ વાતને જણાવવા માટે અને સંસારી જીવોનું મુક્ત જીવોમાં સાહચર્ય હોવાથી, જેમ સંસારી જીવોનો અભાવ નથી તેમ મુક્ત જીવોનો પણ અભાવ નથી. એમ મુક્તાત્માના અભાવનો નિષેધ કરવા માટે છે.
સૂત્રનો ‘’ શબ્દ એક એકના (= સંસારી અને મુક્ત બંને જીવોના) અનેક પ્રકારને જણાવવા માટે છે તેમાં શરૂઆતમાં સંસારીઓના સમનસ્ક વગેરે ભેદો હમણાં જ (આ પછીના ૨. સમારં વાર્થ: ૨. વાગ્યાર્થ: પ્રા. ૫. (ઉં. વ.)