________________
- સમર્પણ
ઉદારમના
બાલબ્રહ્મચારી યુવાવયમાં અભુત વૈયાવચ્ચકારી
વૃદ્ધવયમાં વર્ષીતપાદિ ઉગ્ર તપશ્ચર્યાકારી નિડરતા, નિખાલસતા, નિઃસ્પૃહતાદિ ગુણવૈભવના સ્વામી
કાવ્યમય શૈલીના વિશિષ્ટ પ્રવચન પ્રભાવક અજાહરા પાર્શ્વનાથ પ્રભુના અપ્રતિમ પરમોપાસક
સંઘ સેવા વિચારક સંસ્કૃત પાઠશાળા • આરાધના કેન્દ્રો - ભોજનશાળાદિ દ્વારા ચતુર્વિધ શ્રી સંઘની અનુપમ સેવા - ભક્તિ - વૈયાવચ્ચ કરતી, તેમજ
અન્નક્ષેત્ર, ગૌશાળા, પાંજરાપોળ, કેન્સર હોસ્પીટલ આદિ દ્વારા અનેક શાસન પ્રભાવક એવા અનુકંપા, માનવસેવા અને જીવદયાના કાર્યો કરતી છે.
ગિરિવિહાર સંસ્થાના સફળ માર્ગદર્શક મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પહાડ ઉપર મહાવીર સ્વામી
મહાતીર્થના સ્થાપક, પ્રતિષ્ઠાકારક પંચ જિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થ (ઓગણજ-અમદાવાદ) પ્રેરક
પોતાના મહત્વના કાર્યોને ગૌણ કરીને અનેક પ્રખર વિદ્વાન સંયમીઓ પાસે મને અધ્યયન કરાવનાર
માતાની જેમ મારી ભૂલોને ઉદારતાથી માફ કરીને વાત્સલ્ય-પ્રેમ-ઉષ્મા આપી અને નિર્મળ સંયમ માર્ગમાં આગળ વધારનારા
મારા જેવા અનેકોના ભવોદધિતારક ૨૫૦ સાધુ-સાધ્વીજી ભગવંતોના સારણા, વારણા આદિકારક
ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય
| હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાને
આપશ્રીના ૮૪મા જન્મદિને સાદર સવિનય સબહુમાન સમર્પણ
કૃપાકાંક્ષી भवदीयं भवद्भ्यः समर्पयामि
એ જ આપનો શિશુ ? ) ઉદયપ્રભવિજય