________________
३३२
• सापेक्षा नया न विरुद्धा • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ इति नयवादाश्चित्राः, क्वचित् विरूद्धा इवाथ च विशुद्धाः ।
નશ્ચિવિષયતિતા, તત્ત્વજ્ઞાનાર્થથી સાવ | (સા) इति एवमनेनोक्तेन स्वरूपेण नयवादा: नैगमादिविचाराः चित्रा: बहुरूपाः, विचित्रैः प्रकारैर्वस्तुनः परिच्छेदित्वात, ते चित्राः क्वचिद विरूद्धा: क्वचिद् वस्त्वंशे स्वरूचिगृहीते विरूद्धा इव लक्ष्यन्ते, यतः सामान्ये आश्रिते यस्तत्रैव विशेष कल्पयति तदा पूर्वापरेण विरूध्यते, विशपे वा त्रैकालिकेऽभ्युपेते वर्तमानावधिके विशेष आश्रिते पूर्वः परेण विरूद्ध इति लक्ष्यते, एवं सर्वेष्वायोजनीयम् । एवं क्वचिद् विरूद्धा इव । अर्थ च सम्यगालोच्यमानाः विशुद्धाः, सामान्यादीनां धर्माणां सर्वेषां तत्र वस्तुनि भावात् । । अथैवमेवं किं लौकिकानामपि वैशेषिकादीनां वस्तुविचारणायां सम्पतन्त्युत नेति ?। उच्यते
- હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે નયો વિચિત્ર ભેજવાળા છે. ક્યાંક નવો વિરૂદ્ધ જેવા જણાય તો ક્યાંક વિશુદ્ધ જણાય છે. વૈશેષિક આદિ લૌક્કિ વિષય (મત)થી અતીત આ નયી તત્ત્વજ્ઞાનના પ્રયોજનથી જાણવા લાયક છે. પી.
આ પ્રમાણે ઉક્ત સ્વરૂપ વડે નૈગમાદિ નિયોના વિચારો અનેક પ્રકારે વસ્તુતત્ત્વના પરિચ્છેદક હોવાથી બહુરૂપવાળા કહેવાય છે. આ નવો વસ્તુના ક્યાંક એક (અમુક જ) અંશને સ્વ-રૂચિથી ગ્રહણ કરતા હોવાથી વિરૂદ્ધ જેવા લાગે છે. કારણ કે એકજ વસ્તુમાં સામાન્યનો આશ્રય કરી તેમાં જ વિશેષની પણ કલ્પના કરે તો પૂર્વાપર વિરોધ જેવું જણાય. અથવા તો સૈકાલિક (ભૂત
ભવિષ્ય-વર્તમાન સંબંધી) વિશેષનો સ્વીકાર કરવા સાથે તે જ વસ્તુમાં વર્તમાનકાળ અવધિવાળું વિશેષ પણ સ્વીકારાય તો પૂર્વાપર વિરોધ જેવો જણાય છે. આ પ્રમાણે વસ્તુગત સર્વ ધર્મોમાં
ક્યાંક વિરોધ જેવું જણાય છે, પરંતુ યદિ જો સમ્યગૂ રીતે વિચારવામાં આવે તો આ વિરોધ નહીં જણાય બલ્ક સર્વનયો વિશુદ્ધ જ જણાશે. કારણ કે એક જ વસ્તુમાં સામાન્યાદિ બધાં જ ધર્મો (સાપેક્ષ રીતે) વિદ્યમાન છે.
* નમો લૌકિક નથી # પ્રશ્ન :- વૈશેષિક આદિ લૌકિક મતો થકી વસ્તુ વિચારણામાં આ નયોથી અર્થઘટન થાય છે કે નહીં ? જવાબ :- લૌકિક મતકારો આ નયોથી અર્થઘટન નથી કરી શકતાં. જો કરી શકતાં હોય તો જૈન શાસનની જેમ તેમના સિદ્ધાંતો પણ નિરવદ્ય-નિર્દોષ થઈ જાય. પણ તેઓમાં નિર્દોષતા નથી. કારણ કે તેઓમાં આ નયોનો અભાવ છે. અર્થાત્ સર્વ નિયોને આશ્રયી લૌકિક શાસ્ત્રો વિચારતા નથી. પરંતુ એકાંતદષ્ટિથી વિચારે છે, તેથી જ “લૌકિક વૈશેષિકાદિ શાસ્ત્રોથી રહિત અતીત એવા આ નયો છે.” તેમ ભાષ્યકારે કહ્યું છે.
* સર્વનરામય સ્યાદ્વાદ # શંકા :-જો આ વૈશેષિકાદિ મતકારો પ્રસ્તુત નયો થકી વસ્તુતત્ત્વને નથી વિચારતા તો અહીં ૨. “વંશે જ ! ( ) . ૨. સચવા મુ (ઉં, માં)! રૂ. ‘મેવ તો િમુ. (ઉં, બા) !