________________
३१२
• विशुद्धभेदात् उपलब्धिभेदः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ तैर्मत्यादिभिस्तेषामस्तिकायानां पृथक् पृथगुपलब्धिर्भवति, तद्यथा- मतिज्ञानी 'मनुष्यजीवस्य' मनुष्यपर्याय वर्तमानं चक्षुरादिनेन्द्रियेण साक्षात् परिच्छिनत्ति, तमेव च श्रुतज्ञानी आगमानुमानस्वभावेन, तमेवावधिज्ञानी अतीन्द्रियेण ज्ञानेन, तमेव मनःपर्यायज्ञानी तस्य मनुष्यपर्यायस्य यः प्रश्ने प्रवर्तते तद्गतानि मनोद्रव्याणि दृष्ट्वा अनुमानेनैव तं मनुष्यपर्यायमवच्छिनत्ति, केवलज्ञानी पुनरत्यन्तविशुद्धेन केवलेनावबुध्यते । न चैता मत्यादिका विप्रतिपत्तयः विरूद्धाः प्रतिपत्तयः, स्वसामर्थ्येन विषयपरिच्छेदात्, तद्वन्नयवादा इति किं नाश्रीयते ?।
अथवा पर्यायविशुद्धिविशेषादुत्कर्षेणेत्यन्यथा वर्ण्यते, पर्यायाणां क्रमभुवां मनुष्यादीनां जीवास्तिकायादिसम्बन्धिनां मत्यादिभिर्ज्ञानः पृथक् पृथगुपलब्धिर्भवति, कथं ? प्रकर्षण, कस्मादिति चेत् ? उच्यते- विशुद्धिविशेषात् ज्ञानानां मत्यादीनां, यतो मतिज्ञानी मनुष्यादेजीवस्य काँश्चिदेव पर्यायान् परिच्छिनत्ति ततो बहुतरांश्च श्रुतज्ञानी जानीते, यतोऽभिहितं- 'संखातीतेऽवि भवे' (आवश्यनियुक्ति
- હેમગિરા ન ઉત્પન્ન થયેલ જે સ્વચ્છતા અર્થાત્ વિશુદ્ધિ. તે વિશુદ્ધિના ભેદથી પ્રકર્ષતાપૂર્વક આ મતિ આદિ જ્ઞાનો વડે ધર્માદિ અસ્તિકાયની પૃથફ પૃથક ઉપલબ્ધિ થાય છે. તે આ મુજબ – મતિજ્ઞાની મનુષ્ય જીવના વર્તમાન મનુષ્ય પર્યાયને ચક્ષુ આદિ ઈન્દ્રિયો વડે સાક્ષાત્ જાણે છે અને તે જ પર્યાયને શ્રુતજ્ઞાની આગમ અને અનુમાનજ્ઞાન સ્વભાવથી જાણે છે. તેને જ અવધિજ્ઞાની અતિન્દ્રિયજ્ઞાનથી જાણે છે. આ જ પર્યાય. જ્યારે કોઈ સંજ્ઞીના મનમાં પ્રશ્ન (અથવા વિચાર) તરીકે પ્રવર્તતો હોય ત્યારે તે જીવગત મનોવર્ગણા દ્રવ્યોને જોઈ મન:પર્યાયજ્ઞાની અનુમાન વડે જ મનુષ્ય પર્યાયને જાણી લે છે. કેવળજ્ઞાની તો અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાન વડે આ પર્યાયોને સંપૂર્ણતયા જાણે છે.
આમ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જોનાર આ મતિ આદિ જ્ઞાનોમાં જેમ કોઈ વિરુદ્ધ પ્રતિપત્તિ = બોધ નથી કારણ કે બધા જ્ઞાનો પોત પોતાના સામર્થ્ય વિશેષથી વસ્તુનો વિભિન્ન પરિચ્છેદ કરે છે. તેમ નયો પણ પોતાની જુદી-જુદી અપેક્ષાએ વસ્તુઅંશના ભિન્ન-ભિન્ન જ્ઞાનો કરે તેમાં કોઈ વિરોધ નથી. અથવા તો પર્યાવિશુદ્ધિવિશેષાર્ષિા એ પદોનો બીજી રીતે અર્થ કરવો તે આ રીતે -- પર્યાય એટલે ક્રમથી થનારી જીવાસ્તિકાયાદિ સંબંધી મનુષ્યાદિની અવસ્થાઓ. આ અવસ્થાઓ મતિ આદિ જ્ઞાનો વડે ભિન્ન ભિન્ન જણાય છે.
પ્રશ્ન :- શાથી ભિન્ન ભિન્ન જણાય છે ? જવાબ :- પ્રકર્ષતાને લીધે.
પ્રશ્ન :- આ પ્રકષર્તા કોના લીધે છે ? જવાબ :- મતિ આદિ જ્ઞાનોની વિશેષ વિશુદ્ધિ ને લીધે આ પ્રકર્ષતા ઉભવે છે. કારણ કે મતિજ્ઞાની મનુષ્યાદિ જીવના કેટલાક જ પર્યાયોને જાણે છે. એના કરતાં શ્રુતજ્ઞાની વધુ પર્યાયો જાણે આમ મતિ કરતાં શ્રત વધુ વિશુદ્ધ હોવાથી પ્રકર્ષતાવાળું છે.
# શ્રુતજ્ઞાનીનું જ્ઞાનાતિશય ક્ષ કહ્યું પણ છે કે- “અસંખ્યભવ અંગેની પૃચ્છા જો કોઈ કરે તો તેનું પણ સમાધાન વિશિષ્ટ '.' તિિહ્નતા મુ.પુસ્તવે નાસ્તિ (ઉં, મr) | ? કૃત્ય મુ.(હું મ.) ૨. વિપર્યાયપર રાતા રૂ. જ્ઞાનાલીન મુ.સં.(હું મi.)T ૪. સંવાઇ વિ ભવે, સાદ ગં વ પર ૩ પુછિન્ન/ નય મારી વિયાણરૂ સ છ૩મત્ય (મ.નિ.-૧૦, વૃા.ભ.૬૨૨૭)