________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • तथापरिणति-विज्ञानाभ्यां भावनिदर्शनम् •
भाष्य- नाम संज्ञाकर्म इत्यनर्थान्तरम् । नाजीवस्तदेकपरिणामात्, तस्यैव जन्तोः सकलगुणकलापरहितत्वविवक्षा बौद्धव्यवहारानुसारिणी द्रव्यजीवः, स एव ज्ञानादिगुणपरिणतिभाक्त्वेन विवक्षितो भावजीव इति, एतत् कथयति नामजीव इत्यादिना ।।
सम्प्रति नाम-स्थापना-द्रव्य-भावानां जीवविशेषणतयोपात्तानां स्वार्थं लक्ष्ये प्रदर्शयन्नाह- नामसंज्ञेत्यादिना । नामेति किमुक्तं भवति ? उच्यते- संज्ञाकर्मेत्यनर्थान्तरम्, संज्ञायाः क्रिया संज्ञाक्रिया संज्ञाकर्म 'नामकरणं इत्यर्थः, अनेन ध्वनिना वस्त्विदं प्रतिपाद्यत इतियावत् । तत् पुनः प्रतिपाद्यं वस्तु तस्य ध्वनेर्वाच्येनार्थेन युक्तं भवतु मा वा भूदित्येतत् कथयति- चेतनावत इत्यादिना ।
- હેમગિરા – ભાષ્યાર્થ :- (૧) નામ, સંજ્ઞાકર્મ તે એકાર્થક શબ્દો છે. ભેદે સમજી શકાય. જેમ કે કેવળજ્ઞાનયુક્ત તીર્થકર સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે પરિણતિ સ્વરૂપ ભાવતીર્થકર કહેવાય. આ જ તીર્થંકરનું કોઈ ધ્યાતા ભાવપૂર્વક ધ્યાન કરે (મનથી જાણે) ત્યારે ધ્યાતા તે વિજ્ઞાન સ્વરૂપ ભાવતીર્થકર કહેવાય. (એ જ રીતે મંગલપદાર્થના જ્ઞાનોપયોગથી અભિન્ન એવો વક્તા તે આગમથી ભાવમંગલ છે.)
અથવા તો આ શરીરમાં જ.જે આત્મા છે ત્યાં જ નામાદિ નિક્ષેપો જણાવે છે તે આ રીતે કે આ દેહમાં રહેલા આત્મા કે જેના વિશે “જીવ' એવી જે ધ્વનિ શબ્દોચ્ચાર પ્રવર્તે છે તે ધ્વનિ નામ જીવ, કહેવાય છે. તે જ આત્મા (શરીર)ના હાથ આદિ અવયવોના સન્નિવેશ = જોડાણ રૂપ જ આકાર તે સ્થાપના જીવ. અર્થાત્ હાથાદિ અવયવયુક્ત સમસ્ત શરીરની આકૃત્તિ. આ જ જીવમાં જયારે સકળ જ્ઞાનાદિ ગુણ-સમૂહના અભાવની વિવક્ષા બૌદ્ધિકવ્યવહાર (બુદ્ધિ)થી કરવામાં આવે ત્યારે આને દ્રવ્યજીવ કહેવાય. તે જ દ્રવ્યજીવ જ્ઞાનાદિ ગુણોથી પરિણત તરીકે વિવક્ષિત હોય ત્યારે ભાવ જીવ કહેવાય.આ પ્રમાણે નામજીવ' ઇત્યાદિથી “જીવ' તત્ત્વમાં ચાર નિક્ષેપ જણાવ્યા. હવે જીવના વિશેષણ તરીકે મૂકાયેલા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ તેના પોતાના વિશેષાર્થને પ્રસ્તુત લક્ષ્ય (જીવ)ને વિશે દર્શાવતા કહે છે.
* જીવમાં ચાર નિપા સમજીએ કે ૧. નામજીવ :- સંજ્ઞાકર્મ એ “નામ'નો અનર્થાતર (પર્યાયવાચી) શબ્દ છે. “આ વસ્તુને આ ધ્વનિ વડે કહેવી” એવી તે સંજ્ઞાની ક્રિયાને સંજ્ઞા-કર્મ અથવા નામકરણ કહેવાય છે. અર્થાત્ અમુક ધ્વનિ વડે અમુક વસ્તુનું પ્રતિપાદન કરવું તે નામ કરણ, વળી પ્રતિપાદન કરાતો પદાર્થ તેના વાચક ધ્વનિના વાચ્ય અર્થ સાથે યુક્ત હોય અથવા ન પણ હોય તે જણાવતા કહે છે. (“નામ” અન્વાર્થિક જ હોય એવું નથી કેમ કે “જીવ’ નામ ચેતન કે અચેતન દ્રવ્યનું હોઈ શકે) ચેતનાવત્ :- ચેતના=જ્ઞાન છે જેને, તે ચેતનાવાનું અને તેનાથી વિપરીત તે અચેતન. આ બન્ને દ્રવ્યના જીવ’ આ પ્રમાણે નામ કરણ કરાય છે. આ દ્રવ્યનું જીવ નામ એકમાત્ર પ્રદર્શન (દષ્ટાંત) છે. વોચ' T.BI