________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•શ્વરસ્ય નત્સિ પ્રયોનનામાવ• च निपुणाः कुम्भकारादयः कार्योत्पादाय यतमानाः फलेन युज्यन्ते नान्यथा, न चाकाशादीनां कारणमुपलभ्यते किञ्चित्, नापि किञ्चित् सर्गे जगतः स्रष्टुः प्रयोजनमस्ति प्रेक्षापूर्वकारिणः । क्रीडाद्यर्थमिति चेत्, कुतः सर्गशक्तिः ? प्राकृतत्वात् । सुखित-दुःखितदेव-नारकसत्त्वोत्पादने चाकस्मिकः पक्षपातो द्वेषिता चेति । एवं कार्यकारणसम्बन्धः
- હેમગિરા - કાર્ય માટે તો ઈશ્વરનું કર્તુત્વ માની શકાય ને ! કારણ કે આ કાર્યના કર્તા લોકમાં કોઈ દેખાતા નથી.
ૐ કારણ-સામગ્રી વિના કાર્ય ન થઈ શકે # ઉત્તરપક્ષ :- જગતમાં જે પણ કાર્ય થાય છે તે માત્ર કર્તાને જ આધીન નથી હોતા પણ ઉપાદાન કારણ અને નિમિત્ત (સહકારી) કારણના સહકારથી જ તે કાર્ય કરવા કર્તા સક્ષમ બને છે. જેમ કે ઘટ કાર્ય માટે ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ-દંડાદિના સહકાર વિના કર્તા કુંભકાર ઘટ કાર્યને કરી શકતો નથી. તેમ આકાશાદિ કાર્યના ઉપાદાન કારણ અને નિમિત્તકારણ વિના ઈશ્વર પણ એકલો તે કાર્યને કરી ન શકે. આશય એ છે કે આકાશાદિ કાર્યને કરવા માટે ઈશ્વરને પણ સહકારી કારણની અપેક્ષા રહે છે. સહકારી કારણ મળે તો ઈશ્વર આકાશાદિ કાર્યને કરે પણ આકાશાદિ કાર્યના ઉપાંદાન કે સહકારી કારણ તરીકે કોઈ વસ્તુ પ્રસિદ્ધ નથી.
વળી આકાશાદિ તો અરૂપી છે ! રૂપી કારણમાંથી કદી પણ અરૂપી કાર્યનું નિર્માણ ન થઈ શકે તેથી આકાશાદિ માટે આવી કોઈ કારણ-સામગ્રી નથી કે જેનાથી ઘટ આદિની જેમ તેની ઉત્પત્તિ થઈ શકે. ભાવાર્થ એ છે કે રૂપી ઘટાદિની કારણ-સામગ્રી તથા કર્તા કુંભકારાદિ દશ્યમાન છે તેથી ઈશ્વરકર્તુત્વને કોઈ સ્થાન નથી. વળી, જયારે અરૂપી એવા આકાશાદિના તો સામગ્રી કે કર્તા કોઈ જ નથી. તેથી ચતુર પુરુષો તો જગતના સર્જક તરીકે ઈશ્વરને માનવા તૈયાર થતાં નથી.
* ....તો ઈશ્વર રાગાદિ દોષયુક્ત કહેવાશે # ઉપરોક્ત હકીકત જાણીને પણ જો એમ કહેતા હો કે ઈશ્વર જગતનો સર્જક છે તો અમે તમને પૂછીએ છે કે ઈશ્વરને જગત સર્જન કરવાની પાછળનું પ્રયોજન શું ? જો ક્રીડા કરવાની ઈચ્છા થઈ માટે સર્જન કર્યું તો આ પણ બરાબર નથી. કારણ કે ક્રીડા કરવાની ઈચ્છા વગેરે તો સામાન્ય - કુતૂહલી માણસની વૃત્તિ છે. આવી સામાન્ય પ્રવૃત્તિની ઈચ્છાવાળા વ્યક્તિ પાસે સર્જન કરવાની આવી અમોઘ શક્તિ કઈ રીતે હોઈ શકે ? જો આવી તુચ્છ ઈચ્છા (રાગદ્વેષ)વાળા પણ વિશિષ્ટ શક્તિશાળી હોઈ શકે તો સામાન્યજનને પણ જગત સર્જનની શક્તિ મળી જશે અને તેમ થતા તેમાં અને ઈશ્વરમાં કોઈ ભેદ નહીં રહે પણ આ તો કોઈને દૃષ્ટ-ઈષ્ટ નથી કારણ કે ઈશ્વર એને કહેવાય કે જે રાગદ્વેષથી અને સર્વ ઈચ્છાથી મુક્ત હોય તેથી ઈશ્વરને જગતું