________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સીશદ્રત્તમ अत्र भाष्ये नोदयति- अथ किमर्थं प्रत्येकं सम्यक्शब्दः प्रयुज्यते ? यावता सम्यग्दर्शने सति यज् ज्ञानं चरणं वा तत्सम्यगेव भवतीत्यतो न सम्यक्शब्दोऽनयोर्विशेषणतयोपादेयः। उच्यतेसत्यमेतत्, किन्तु न ज्ञानमात्रमत्र विवक्षितं, चारित्रमात्रं वा, किन्तु विशेषरूपे उभे अपि, इतरथा हि सम्यग्दर्शनसम्पन्ने विद्यते सम्यग्ज्ञानसम्यक्चारित्रे न तु ते साक्षान्मोक्षमार्गतां बिभृत इति । एतत् स्यान्नैव तत्र सम्यक्चारित्रसम्भव इति । तच्च न, यतो देशरूपेऽपि चारित्रे चारित्रशब्दो वर्तत एव तच्चाज्ञाभिमतचारित्रात् सम्यक्शब्दविशेषणेन व्यावर्त्यत इति । ___ स्यादेवं तत्राशङ्का- किं ते भवतो मोक्षकारणे उत मा भूतां ? तदाशङ्कानिरासार्थं
- હેમગિરા -
& “સમ્યગ' વિશેષણની સાર્થકતા # શંકા - પ્રત્યક (જ્ઞાન, ચારિત્ર) સાથે “સમ્ય” શબ્દ શા માટે જોડવો ? સમ્યગ્દર્શનની હાજરીમાં થતાં જ્ઞાન અને ચારિત્ર “સમ્યગુ” જ હોય આથી બીજા બેને “સમ્ય” વિશેષણ જરૂરી નથી જણાતું.
સમાધાન - તમારી વાત સત્ય (અર્ધ સત્ય) છે. છતાં અહીં મોક્ષમાર્ગ તરીકે સામાન્ય જ્ઞાન કે સામાન્ય ચારિત્ર વિવક્ષિત (ઈસ્ટ) નથી. પરંતુ વિશેષ રૂપે બન્ને વિવક્ષિત છે તે જણાવવું છે. જો વિશેષરૂપે ઉભયની વિવક્ષા ન કરીએ તો સમ્યગ્દર્શન યુક્ત જીવોમાં આ સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્યારિત્ર સામાન્ય રૂપે તો મળી શકે છે પણ એ મુક્તિના સાક્ષાત્ કારણ નથી બની શકતાં, તેથી સમ્યગુ પદ બને (જ્ઞાન, ચારિત્ર) સાથે જોડવું જરૂરી છે.
શંકા - માની લીધું કે સમ્યગ્દર્શન છે ત્યાં સામાન્યરૂપે સમ્ય જ્ઞાન છે અને તેવા સામાન્ય જ્ઞાનને કોઈ મોક્ષનું સાક્ષાત્ કારણ ન માની બેસે તેથી તે સામાન્યજ્ઞાનની બાદબાકી કરવા માટે “જ્ઞાન” પૂર્વે “સમ્ય” પદનો અન્વય જરૂરી છે પરંતુ ચારિત્ર તો વિશેષરૂપે જ હોય છે. તેમાં
ક્યાં કોઈ ઈતર-સામાન્યભેદ છે કે જેની બાદબાકી કરવા“સમ્યક પદ તે “ચારિત્ર' પદ આગળ જોડવું પડે ? જ્યાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન હોય ત્યાં પ્રાપ્ત થયેલ ચારિત્ર વિશેષરૂપ જ હોય પણ સામાન્ય રૂપ ન હોઈ શકે, અર્થાત્ સામાન્યરૂપ સમ્મચારિત્રનો સંભવ જ નથી, કે જેની બાદબાકી કરવી પડે ?
સમાધાન:- આ વાત બરાબર નથી કારણ કે ચારિત્રમાં બે ભેદ છે, દેશવિરતિ અને સર્વવિરતિ. ચારિત્ર શબ્દથી દેશવિરતિનું પણ ગ્રહણ થઈ શકે પણ ખરેખર તો મોક્ષ માટે કારણ “સર્વવિરતિ ચારિત્ર જ તીર્થકરને અભિમત છે અને એથી દેશવિરતિ રૂપ ચારિત્રની બાદબાકી કરવા “સમ્યગુ” વિશેષણ ચારિત્ર પદમાં જોડ્યુ છે. અહિં કોઈને એવી શંકા થાય કે શું તે બે સામાન્યજ્ઞાનચારિત્ર મોક્ષના કારણ છે કે નહિ ? તો એ આશંકાનું નિરાકરણ કરવા માટે વાચકશ્રીએ સામાન્ય જ્ઞાન અને ચારિત્રમાં “સમ્યગુ”ને ઉપાધિ (વિશેષણ) તરીકે મુક્યું છે. (લાલ પુષ્પના સાહચર્યના ૨. જ્ઞાન સામાન્ય માત્ર ૫૦. ૨. તત, નૈવ મુ, પ્રા.( મ.સ.)'