________________
જ
તેને અમને આનંદ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયેગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે.
તેથી પૂજ્ય ગુરુદેવને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આવા ઉપકારક ગ્રંથ જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય તેવા ભાષાંતર ગ્રંથ કે નવા સંશોધન કરેલા ગ્રંથે આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે.
આ ગ્રંથનું ટુંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહને અમે આ તકે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના અધ્યયન દ્વારા આપણે સહુ શાશ્વત સુખના ભોક્તા બનીએ એજ એકની એક શુભાભિલાષા સાથે.
શ્રી ભેરલાલ કનૈયાલાલ કેકારી
રીલીજિયસ ટ્રસ્ટ ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬,