________________
૧૮૦
પ્રકરણ રત્નાવલી પહોળાઇનું સ્થાન પ્રમાણ -
सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा ।
तो वुड्ढ बंभजा पण, पण हाणी जा सिवे एगा ॥५॥ અર્થ -માઘવતી સાતમી નરક પૃથ્વી તેને તળિયે ચારે દિશામાં લોક સાતરાજ પ્રમાણ પહેળે છે, ત્યાંથી પ્રદેશ પ્રદેશની હાનિ કરતાં ઉપર તિર્યગલકને મહતલ આવે ત્યારે ચારે દિશામાં એક જ વિસ્તાર છે. ત્યાંથી ઉપર જતાં પ્રદેશ પ્રદેશની વૃદ્ધિ થાય છે, તે પાંચમું બ્રહ્મ દેવલેક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજ પહોળો છે, ત્યાંથી પ્રદેશ પ્રદેશ ઘટે છે, તે જ્યાં સિદ્ધો છે ત્યાં ચારે દિશામાં એક રાજપ્રમાણ પહોળો છે. ત્રસનાડીને વિચાર -
सगवनरेह तिरिसं, ठवसु पणुढं च रज्जु चउअंसे ।
इगरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥ ६ ॥ અ સત્તાવન રેખા તિર્કી અને પાંચ રેખા ઊભી કરીએ, એ પ્રમાણે ઊંચપણે એક રાજના ચાર અંશ પ્રમાણ છપ્પન્ન ખંડ થાય, (કારણ કે તિર્થી સત્તાવના રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના તિચ્છ ચાર ખંડુ થાય. ચાર ખંડુએ એક રાજ થાય.) તેથી ત્રસનાડી લંબાઈ ને પહેળાઈમાં એક રાજ પ્રમાણ અને ઊંચાઈમાં ચૌદરાજ પ્રમાણ જાણવી.
ભાવાર્થ –લેકના મધ્યભાગ રૂ૫ ત્રસનાડીમાં બેઈન્દ્રિયાદિ ત્રસ છે જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ સનાડીની બહાર જે લકનો વિસ્તાર છે ત્યાં સૂથમ એકેન્દ્રિય જીવે સર્વત્ર વ્યાપીને રહેલ છે, તેમ જ પિલાણમાં બાર વાયુકાય પણ છે. ઊર્વલેકમાં ખંડકઃ
उड्ढे तिरिंअं चउरो, दुसु छ दुसु अट्ठ दस य इक्किक्के ।
बारस दोसु सोलस, दोसु वीसा य चउसु पुढो ॥ ७ ॥ અર્થ -ઊર્વકની શ્રેણિમાં પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથી ઉપર જે અઠ્ઠાવીશ ખંડુક શ્રેણિ છે તેમાં લેકના મધ્યથી ઉપર પહેલી બે શ્રેણિમાં ચાર-ચાર ખંડક, તેની ઉપર બે શ્રેણિમાં છ-છ, ત્યારપછી ઉપર એક–એક શ્રેણિમાં આઠ અને દશ, ત્યારપછી બે શ્રેણિમાં બાર-બાર, ત્યારપછી બે શ્રેણિમાં સેળ-સેળ, તેમજ ત્યારપછી ચાર શ્રેણિમાં પ્રત્યેકમાં વિશ વિશ ખંડુક છે.