________________
૧૬૪
પ્રકરણ રત્નાવલી તથા તે જ ચોથા ભાગમાં વિદિશાઓમાં એક એક કુલ ચાર ફૂટે છે.
કે તે સર્વ મળીને ૩૬ સહસ્ત્રકૂટ છે. તેને મૂળમાં હજાર જન વિસ્તાર,
શિખર ઉપર પાંચસે જન વિસ્તાર અને ઊંચાઈ-એક હજાર એજન છે. તે ૩૬ ફૂટે તથા કદ્વીપમાં જમીન ઉપર બીજા ૪ ફૂટ છે. તે ૪૦ ફૂટમાં ૪૦ દિકુમારીએ પોતાના પરિવાર સહિત રહે છે. તે પર્વતે સંબંધી વિશેષ વિચાર માનુષત્તર :
. पढमो सीहनिसाई, अद्धजवनिमो अ चउदिसि सिहरे ।
पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुनि ॥ ५९ ॥ અર્થ -પહેલે માનુષેત્તરપર્વત સિંહના આકાર જે, અર્ધા જવની જે છે અથવા જવના અર્ધા ઢગલા જેવું છે. વળી તે પર્વતના શિખર ઉપર ચારે દિશામાં પચાસ એજન લાંબા, પચીશ એજન પહેલા અને છત્રીશ ચેાજન ઊંચા ચાર શાશ્વત જિનચૈત્યે છે તથા કુંડલ અને રૂચમ્પર્વતના શિખર ઉપર ચારે દિશામાં સે એજન લાંબા, પચાસ એજન પહેલા અને તેર જન ઊંચા ચાર જિનચૈત્ય છે.
ભાવાર્થ-માનુષેત્તરપર્વત જંબૂઢીપની દિશા તરફ છિક એટલે ઊંચી ભીતિ જે સરખ-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતે વધતે છે. (૧૦) નંદીશ્વરદ્વીપ દ્વાર –
तेवहं कोडिसयं, लख्खा चुलसीइ वलयविष्कंभो।
नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥ ६० ॥ અર્થ -એક અબજ, ત્રેસઠ કરોડ અને ચોરાશી લાખ (૧,૬૩,૮૪૦૦,૦૦૦) જિના વલયવિષ્કલવાળો જંબૂદ્વીપથી આઠમે નંદીશ્વરદ્વીપ છે. તે દ્વીપના મધ્યભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ રહેલા છે.
ભાવાર્થ –આઠમે નંદીશ્વરદ્વીપ છે. તે સમગ્ર સુર અને અસુરના સમૂહને આનંદ આપનાર તથા મોટા જિનાલયે, ઉદ્યાને, પુષ્કરિણીઓ અને પર્વતે વિગેરે પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિથી શ્રેષ્ઠ છે, તેથી તે નંદીશ્વર એવા સાર્થક નામવાળે છે. તે દ્વીપના મધ્યભાગમાં ચાર અંજનગિરિ રહેલા છે. તેમના નામ - પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય છે.