________________
અભિનંદનના ઓજસ
શંકર ભગવાનની જટામાંથી જેમ ગંગા નદીનો પૃથ્વી ઉપર અવતાર થયો, તેમ શ્રી રત્નકુક્ષી માતા ગંગાબેનની કૂખે જન્મેલ જયાબેનનો સૌરાષ્ટ્ર ધરતી પર જ્ઞાનમયી પ્રકાશ ફેલાઈ ગયો....તેવા જ તેમના પિતાશ્રી પદમસીભાઈ કે જેમના નામમાં જ પદમ છે. અને તેમની અટક માલદે કે જે. પુત્રીના આગમનની સાથે જ અતિ સમૃદ્ધિ, અને ધાર્મિકતા ભંડારથી માલદાર થઈ ગયા...વળી તેમના ગામનું નામ ચંગા જેનો શાબ્દિક અર્થ સારુ થાય છે...સૌરાષ્ટ્રની ધરતી પર ધર્મના રંગે રંગાઈ ગયેલ યાબેન માલદે આ. ભૂમિને ધાર્મિકતાના આવરણમાં આવરી લીધી છે.
શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના શાસન સમ્રાટ પ.પૂ. આચાર્ય ગુરુદેવ શ્રી છોટાલાલજી. મ.સા.ના આજ્ઞાનુવર્તી પ્રવર્તીની વિદુષી પ.પૂ. મણીબાઈ મ.સા. તથા પ્રખર વક્તા કવિયત્રી બા.બ્ર.પ.પૂ. જયાબાઈ સ્વામિ મ.સા. સાથે ધર્મ કરણીનો લાભ લીધો. અને ધર્મમાં ઘણા જ અંદર ઉતરી ગયા. અને તેમને સંયમ લેવાનું મનમાં નક્કી કર્યું. તેમને સને ૧૯૭૧માં ફક્ત ૧૮ વર્ષ દીક્ષા અંગીકાર કરી. જેમાં તેમનું આધ્યાત્મિક નામ બા.બ્ર.પ.પૂ. નિતાબાઈ મ.સા. પડ્યું અને તેમનો જયજયકાર થઈ ગયો...
ધર્મનાં વાંચન, અધ્યયનમાં ઉડાણથી અભ્યાસ કરવાની સાથે સાથે તપની આરાધના
ચાલુ રાખી...
૧. પાથર્ડ બોર્ડ (અહમદનગર) ૧૦ ખંડની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ. જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી.
૨. મુંબઈ શ્રમણી વિદ્યાપીઠની ૫ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ વિદ્યાભાસ્કની ડિગ્રી પ્રાપ્ત કરી...
૩. હિન્દીમાં નવ પરીક્ષાઓ આપી સાહિત્યરત્નની ડિગ્રી પ્રાપ્ત કરી...
૪. બી.એ. એમ.એ બાદ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી.
૫. ઉચ્ચ અભ્યાસની કઠોર કેડીએ ચાલતા ચાલતા ધર્મ અને તપસ્યાનો બખ઼ર સદાય પહેરી રાખ્યો છે...અને હાલમાં તેમનું ૧૯મું વર્ષીતપ ચાલુ છે. ખરેખર તેમના માતુશ્રી તથા પિતાશ્રી ને ખૂબ ખૂબ ધન્યવાદ...કે આપના આવા સંનતાને જૈન ધર્મનો ડંકો વગાડેલ છે...તેવા શાંતમૂર્તિ, સરળ સ્વભાવી, નિખાલસ મન, નિર્મળ આત્માને અમારા અંતરથી કોટીકોટી અભિનંદન.
૫૨
લી. પ્રભુલાલ ગોળવાળા કોટી કોટી વંદન
અમદાવાદ