________________
હૃદયના આશિષ અને સાથે અભિનંદન
સંપ્રદાયને શોભાવનાર, માતાપિતાના કુળને અજવાળનાર મારા પુત્રી મહાસતીજી નીતાબાઈ સ્વામી.
લાલજીબાપાની અધૂરી ભાવના પૂરી કરી તમે નાની ઉમરમાં મારી આજ્ઞા લઈને તમે દીક્ષા લઈ લીધી પણ ભાઈની એક જ બેનને વિદાઈ આપતાં મને ઘણું જ વસમું લાગ્યું હતું પરંતુ તમે હસતા મુખે સંયમ સ્વીકારી જ્ઞાન દર્શન ચારિત્રતાના માર્ગે આગળ વધતા રહો છો. પીએચ.ડી.ની ડીગ્રી મેળવી તેથી આજે મારા આનંદનો કોઈ પાર નથી. સંસારી માતાને છોડી પ્રવચન માતાને ખોળે જઈ જીવનને જયવંતુ બનાવ્યું છે. કુદરતી રીતે મારા અંતરના આશીર્વચન સાથે અભિનંદનના ઉદગારો સરી પડે છે કે
ઉત્કૃષ્ટ ભાવે છોડ્યો સાવદ્ય યોગ, જીવનમાં વણી લીધો તપ અને ત્યાગ, મુશ્કેલ છે તમારા ગુણોનો તાગ,
મહેકો મહેકો નિરંતર તમારો સંયમ બાગ. તમારા જેવા પુત્રીને પામી હું પણ આજે ધન્યતા અનુભવું છું. તમે ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરો, તમારા બહુમાનના પ્રસંગે મારા અંતરના આશિષ છે. તમે સંઘ સંપ્રદાયની શાસનાની શાન વધારો. હજી પણ વધુ ને વધુ પ્રગતિ કરો, મહાવીરના માર્ગને દીપાવો.
એજ લિ. તમારા સંસારી માતા ગંગાબેનના
અંતરથી અભિનંદન