________________
“ અમી આશિષ
ડૉ. મહાસતી જ નીતાબાઈ મ.સ... શાતા ..... વેદાંતમાં માર્ગ ત્રણ બતાવ્યા (૧) જ્ઞાનયુક્ત ભક્તિમાર્ગ (૨) જ્ઞાનયુક્ત કર્મમાર્ગ (૩) જ્ઞાનયુક્ત ધ્યાનમાર્ગ
ત્રણે રસ્તે ચાલતાં જ્ઞાન જરૂરી છે. જ્ઞાનને સાદી ભાષામાં “સમજ” કહે છે. જૈન દર્શનમાં જ્ઞાનને પ્રાધાન્યતા આપી છે ને એમાં વિશેષ ખુલાસા માટે “સમ્યફ” શબ્દ પ્રયોજેલ છે. “સાચી સમજ” ને “સમ્યકજ્ઞાન” એવો પૂર્ણ શબ્દ બતાવેલ છે. સાચી સમજ કેળવવા હંમેશાં ઉદ્યમશીલ રહેતાં અને સમજથી સમૃદ્ધ બનેલા પૂ. નીતાબાઈ મહાસતીજીને સાચી સમજનાં પરિપાકરૂપે પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત થતાં હું ખુશીની લાગણી વ્યક્ત કરું છું.
જ્ઞાન અને ક્રિયાની બન્ને પાંખોને જેમણે સમારજીને સાબૂત રાખેલ છે. એવા ડૉ. મહાસતીજી નીતાબાઈશ્રીને હાર્દિક શતશઃ ધન્યવાદ આપી. તેઓશ્રીના જ્ઞાનને નત મસ્તકે પ્રણામ, વંદન કરું છું.
કઠિન શાસ્ત્ર વિષયને પરિશ્રમથી ખેડ્યો. એ એમના ખેડાણને અનુમોદ છું. અંધકારથી પ્રકાશ તરફ થઈ રહેલી આપની પ્રગતિને અભિનંદુ છું.
આપની કેળવાયેલી સાચી સમજ નિજનાં જીવનને મધમધતું બનાવે. અને મધમધતા જીવનનું જીવમાત્ર અનુકરણ કરે.
જ્ઞાનમાં અને સમ્યકજ્ઞાનમાં ઉત્તરોત્તર આબાદી પામો. એવી મંગલ શુભેચ્છા પૂર્વક આપના પુણ્યજ્ઞાનનું અભિવાદન.
આ. કો. મો. ૫. સંપ્રદાયના મુનિ નરેશની શુભકામના
લી. પૂ. ગુ શ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય