________________
કહેવાય છે. કેમકે એવા જીવનું પતન થતું નથી.
જે જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરીને અવેદી થઈ જાય છે તે સાદિ અપર્વસિત કહેવાય છે. કેમકે તેની અવેદ અવસ્થાને આદિ પણ છે અને પતન પામતા અંત પણ થઈ જાય છે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી નિરંતર અવેદક રહે છે. કેમકે જે જીવ એક સમય અવેદક રહીને બીજા જ સમયમાં કાળ કરીને દેવગતિમાં જન્મ લે છે ત્યાં પુરુષવેદનો ઉદય થવાથી સવેદક થઈ જાય છે. તેથી અહિં જઘન્ય ૧ સમયે કહેલ છે. અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે અંતર્મુહૂર્ત પછી શ્રેણીથી પતિત થતાં તેના વેદનો ઉદય થઈ જાય છે. પરિવર્તન -
દ્રવ્યવેદમાં પરિવર્તન ન થાય. ભવના પ્રથમ સમયથી લઈને તે ભવના અંતિમ સમય સુધી દ્રવ્ય પુરુષ, દ્રવ્ય સ્ત્રી અને દ્રવ્ય નપુંસક હોય છે. દેવ, નારકી, તિર્યંચોમાં ભાવવંદનું પરિવર્તન ન થાય પરંતુ મનુષ્યમાં ભાવ વેદનું પરિવર્તન થતાં અવેદી બની શકે છે.
ગતિ આદિની અપેક્ષાએ વેદ માર્ગણાનું સ્વામિત્વ - - (૧) નરકમાં જીવો ચારેય ગુણસ્થાનોમાં માત્ર નપુંસકવેદી હોય છે.
(૨) દેવોમાં જીવો ચારેય ગુણસ્થાનોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદવાળા હેય છે. ' (૩) તિર્યચોમાં એકેન્દ્રિયથી લઈ અસંશી પંચેન્દ્રિય સુધી માત્ર નપુંસકવેદી હોય છે. | (૪) મનુષ્ય અને તિર્યંચોમાં ત્રણ વેદ હોય છે. મનુષ્ય અવેદી પણ હોય છે.
વિગ્રહગતિમાં પણ વેદનો અભાવ નથી. કેમકે ત્યાં પણ અવ્યક્ત વેદ હોય છે. ગુણસ્થાનમાં વેદ -
૧ થી ૮ ગુણસ્થાનમાં જીવો એકાંત (એકલા) સવેદી હોય છે. ૯મું ગુણસ્થાન સવેદી અને અવેદી નું હોય છે. અર્થાત્ ૧ થી ૯ ગુણસ્થાનમાં સવેદી હોય છે. ૧૦ થી ૧૪ અર્થાત્ ૫ ગુણસ્થાનમાં એકાંત અવેદી હોય છે. ૯ થી ૧૪ ગુણસ્થાનમાં
૫૦૧