________________
હોય અને અંત પણ હોય.
તાત્પર્ય એ છે કે જેણે હજી સુધી ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી નથી તે અનાદિ અપર્યવસિત સવેદ જીવ કહેવાય છે.
બીજા નંબરમાં ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરી લીધા પછી વેદાતીત દશા પ્રાપ્ત કરી લે છે. પરંતુ ઉપશમશ્રેણીથી પડીને વળી સવેદ અવસ્થા પ્રાપ્ત કરી લે છે. તેથી તે સાદિ અપર્યવસિત સવેદ કહેવાય છે. અને જે જીવ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને વેદાતીત દશા પ્રાપ્ત કરી લે છે તેને પાછું પડવાનું હોતું નથી તે અનાદિ સપર્યવસિત અવેદ કહેવાય છે.
આ ત્રણમાંથી જે સાદિ અપર્યવસિત છે તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી સવેદક. પર્યાયયુક્ત નિરંતર બની રહે છે. તે અનંતકાળનું પરિણામ આ પ્રકારે છે. કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણીઓ અને અનંત અવસર્પિણીઓ, ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન જે અનાદિ સપર્યવસિત અવેદ અર્થાત્ ક્ષપકશ્રેણી માંડે છે. તેની અંતર્મુહૂર્ત સુધી જ સવેદ અવસ્થા રહે છે. અનાદિ અપર્યવસિત સવેદની સ્થિતિ અનંતકાળની છે.
સ્ત્રીવેદના વિષયમાં પાંચ આદેશ છે :
સ્ત્રીવેદી જીવ નિરંતર સ્ત્રીવેદી બની રહે છે. તે એક આદેશથી જધન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ક્સ (બે ક્રોડથી નવ ક્રોડ સુધી) અધિક ૧૧૦ પલ્યોપમ સુધી સ્ત્રી વેદી બની રહે છે. તે આ પ્રમાણે સમજવું.
કોઈ જીવ મનુષ્યણી કે તિર્યંચણીમાં કરોડપૂર્વની આયુષ્યની હોય તે પાંચ ભવ કરીને ઇશાન કલ્પમાં ૫૫ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અપરિગૃહિતા દેવીઓમાં દેવી રૂપે જન્મ લે. ત્યાર પછી આયુનો ક્ષય થતાં પુનઃ ક્રોડપૂર્વ આયુવાળી મનુષ્યણી કે તિર્યંચણીમાં ઉત્પન્ન થાય. ત્યાર પછી પુનઃ ઇશાન કલ્પમાં ૫૫ પલ્યોપમની આયુષ્યવાળી અપરિગૃહિતા દેવીનાં રૂપ ઉત્પન્ન થાય તો તેના પછી અવશ્ય તેને બીજા કોઈ વેદની પ્રાપ્તિ થાય છે. આ રીતે પૃથક્ક્સ કોટિપૂર્વ અધિક ૧૧૦ પલ્યોપમ સુધી નિરંતર સ્ત્રીવેદ પર્યાયનું હોવું સિદ્ધ થાય છે.
બીજા આદેશથી જધન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી અધિક ૧૮ પલ્યોપમ સુધી
૪૯