________________
પ્રાપ્ત કરે છે. અને દેશિવરિત તથા સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરીને યથાયોગ્ય અહિતકર માર્ગનો ત્યાગ કરી હિતમાર્ગ અંગીકાર કરે છે. વળી કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયોને પણ સમ્યગ્દષ્ટિપણું તથા દેશવિરતિ ચારિત્ર હોવાથી દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. પરંતુ તે અલ્પ હોવાથી શાસ્ત્રમાં કહી નથી. તથા કેવળ સમ્યગ્દષ્ટિપણાની અપેક્ષાએ દેવાદિક ચારેય ગતિવાળા દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા છે. પરંતુ વિશિષ્ટ શ્રુતજ્ઞાન તથા હેયોપાદેયના અભાવે તેઓને આ સંજ્ઞાની મુખ્યતા ગણી નથી.
૨૪ દંડકમાં ૩ સંજ્ઞા,
૧૩ દેવમાં, ૧ ગર્ભજ તિર્યંચ ને ૧ નારકને ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા છે.
૩ વિકલેન્દ્રિયને ૧ હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે.
૫ સ્થાવર સંજ્ઞા રહિત છે.
૧ ગર્ભજ મનુષ્યને ૨ દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. દંડકમાં સંશદ્વારના ચિંતનનું કારણ ઃ
અસંશીને મન જ ન હોય. જ્યારે સંજ્ઞીને તો મન હોય છે. તેમાં પણ ચાર ગતિમાં સંશીપણું પ્રાપ્ત થાય છે. મનુષ્યગતિ સિવાય બીજા ત્રણ ગતિવાળા પૂર્ણ વિકાસ સાધી શકતા નથી. તિર્યંચગતિમાં સંશી તિર્યંચ જે મન દ્વારા વિચારતાં ૫માં ગુણસ્થાનને પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય તો મળેલા મનના આધારે આધ્યાત્મિક આવિષ્કાર કરવામાં સમર્થ બની શકે છે. સંશીપણું પુણ્યની પ્રકૃતિથી પ્રાપ્ત થાય છે. સંશીપણું એટલે મન સહિત મનમાં અશુભ ભાવો પણ આવે છે અને શુભ ભાવો પણ આવે છે. અશુભ ભાવોથી વિશેષ કર્મબંધન થતાં સંસાર વધે છે જ્યારે શુભ ભાવોથી કર્મબંધન ઓછાં થાય છે. મનવાળા મનુષ્ય ગુણસ્થાનમાં આગળ આરોહણ કરી શકે છે. દંડકમાં સંશીનો વિચાર કરવાથી ખ્યાલ આવે છે. હવે મનથી પ્રશસ્ત અધ્યવસાયના આધારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સંશી મનુષ્ય નોસંશી-નોઅસંશી બની શકે છે. ૧૩મા અને ૧૪મા ગુણસ્થાનને નોસંજ્ઞી-નોઅસંશીપણું પ્રાપ્ત થાય છે અને જીવ કેવલજ્ઞાનનો અધિકારી બને છે. દંડકમાં સંશીદ્વારનું ચિંતન કરવાથી આત્માનું લક્ષ ખ્યાલમાં આવી શકે છે અને
૪૭૬