________________
યાવતુ વૈમાનિક વિગ્રહગતિ. કેવલી સમુદ્યાત અને શૈલેશી અવસ્થાની અપેક્ષાએ અનાહારક અને એના સિવાયની અવસ્થામાં આહારક સમજવા.
ઘણા સલેશીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ એ જ પ્રકારે કૃષ્ણ, નીલ. કાપોત લેશ્યાવાળા પણ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ તેજોલેશ્યામાં, પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિકોના છ ભંગ, બીજાના જીવથી લઈને ૩ ભંગ થાય છે કે જેમનામાં તેજોલેશ્યા હોય છે. પદ્મ લેગ્યા અને શુકલ લેગ્યામાં જીવથી લઈને ત્રણ ભંગ લેશ્યરહિત જીવ અને મનુષ્ય અયોગી કેવલી તથા સિદ્ધ એકત્વની અપેક્ષાથી પણ અને પૃથફત્વની અપેક્ષાથી પણ આહારક નથી, તે અણાહારક છે. દસ્કિાર :
સમ્યગુષ્ટિ જીવ ક્યારેક આહારક અને કયારેક અણાહારક છે. બેઈન્દ્રિય, તેઇન્ટિ, ચૌરેન્દ્રિયના છ ભંગ. સિદ્ધ અનાહારક, શેષ અર્થાત્ નારકો, ભવનપતિઓ, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વાણવ્યંતરો, જયોતિષ્ઠો અને વૈમાનિકોમાં જે સમ્યગદૃષ્ટિ છે તેમનામાં ત્રણ ભંગ થાય છે. પૃથ્વીકાયિક આદિની વક્તવ્યતા ન કહેવી જોઈએ કેમકે તેઓ સમ્યગ્દષ્ટિ હોતા નથી. સિદ્ધ સમ્યગદષ્ટિ અનાહારક હોય છે કેમકે સિદ્ધમાં ક્ષાયક સમક્તિ છે.
મિથ્યાદષ્ટિમાં સમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. મિથ્યા દષ્ટિમાં એક અને બહુત્વની વિવાથી એક જ ભંગ થાય છે. કેમકે એકેન્દ્રિય અને સમુ. જીવ આ બંને સદા બહુ સંખ્યામાં જોવા મળે છે. તેમના સિવાય બધા સ્થાનોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. અહિં સિદ્ધમાં આલાપક ન કહેવા જોઈએ. કેમકે સિદ્ધ મિથ્યાષ્ટિ હોતા નથી.
મિશ્રદષ્ટિ આહારક હોય છે. અનાહારક નથી હોતા. મિશ્રદષ્ટિથી અવસ્થામાં મૃત્યુ થતું નથી. તેથી વિગ્રહગતિ થતી નથી. આમ ૧૬ દંડકમાં સમજવું. એકેન્દ્રિયો અને વિલેન્દ્રિયો મિશ્રદષ્ટિ હોતા નથી. માટે મિશ્રદષ્ટિમાં તેમનું કથન ન કરવું.
૪૫૮