________________
“સમર્પણ પુષ્પ
કચ્છની ધીંગી ધરાને જેમની વાગ્ધારાએ બનાવેલ ધર્મધમતી નાગ ગુરુવરની કૃપા જ્યોતિ સદા જેમણે રાખી ઝગમગતી જેમની પુણ્ય સ્મૃતિ છે, સૌના હૈયે આજ પણ ઝળહળતી પ્રાર્થ છું ગુરુવર મમ શ્રદ્ધાની દીવડી રાખજો સદા ટમટમતી
જેઓનો પરોક્ષ કૃપાના બળે સંયમ સાધનાના પંથે આત્માની ઉચ્ચતમ દશા પામવા પુરુષાર્થ કરી રહી છું એવા અજોડ ઉપકારી પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી તથા
જેમના અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં છે આગમની અમીરાત, વાફ શૌર્યતા સિંહ સમી, પ્રખર વક્તા તરીકે જેઓ જગ વિખ્યાત, જ્ઞાનના આલંબને અને ચારિત્રની ઉપાસનાએ પાડી અનોખી ભાત,
શ્વાસે શ્વાસે છે સાધના અને આચારમાં છે અષ્ટપ્રવચન માત. એવા પ્રવર્તિની વિદૂષી પ. પૂ. ગુરુણીમૈયા મણીબાઈ સ્વામી અને કાવ્ય કોહીનૂર પ. પૂ. ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીને સ્નેહે સમર્પણમ્
અહો પૂ. ગુરુદેવ તથા ગુરુણીમૈયાઓ,
આપને કયા શબ્દોમાં નવાજું ? આપના ગુણ ગાવા બૃહસ્પતિની બુદ્ધિ પણ બળહીન જણાય, વાચસ્પતિની વાણી પણ વામણી બની જાય, કલાબાદ કલમોની કલમ કુંઠિત બની જાય, એવા મારા અનંત ઉપકારો પૂજયવર્યો આપે મને સંસારનો રાગ છોડાવી, સંયમની અનુરાગી બનાવી, જડ ચેતનના ભેદો સમજાવી પ્રવજર્યાથી વિભૂષિત બનાવી, ત્યાગનો તાજ પહેરાવી, આત્મિક રાજ મેળવવા માટે સ્વરૂપ દષ્ટ બનાવી તેના માટે હું જન્મો જન્મની ઋણી છું. તેનો બદલો વાળવા હું અસમર્થ છું. છતાં પણ અલ્પાંશે ઋણ મુક્ત થવા માટે આપે જ વિકસાવેલા ઉદ્યાનમાંથી “દંડક એક અધ્યયન” નામનું પીએચ.ડી.નું થીસીસ નવમું પુષ્પ આપના ચરણ કમળમાં સહર્ષ સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
આપના ગુણરત્નની મંજુષા છે વિશાલ, આપના જ્ઞાનની ગરિમા છે ખૂબ રસાલ, આપના દિવ્ય કર કમલે સમર્પણ કરતા, મારું હૈયું બને છે પ્રતિપલ ખુશખુશાલ
આપની કૃપાકાંક્ષી શિષ્યા નીતા આર્યા