________________
વાયુકાયિક. વિશેષ એ છે કે દેવો સિવાય અન્યોથી ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, સૌરેન્દ્રિય આ તેજસ્કાય, વાયુકાયિકના સમાન, દેવોને છોડીને કહેવા જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચો આદિ ઉવવાય":
પંચેન્દ્રિય તિર્યંચો - નારકોથી, તિર્યચોથી, મનુષ્યો અને દેવોથી ઉત્પન્ન થાય છે.
નારકોમાં સાતેય નારકોમાંથી ઉત્પન્ન થાય છે. તિર્યંચોમાંથી એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. એ રીતે જેવો પૃથ્વીકાયિકોનો ઉવવાય કહ્યો છે તેવો જ તેમનો પણ ઉવવાય જાણવો. વિશેષ એ છે કે દેવોમાંથી યાવત સહસાર કલ્પોપપન વૈમાનિક દેવોથી ઉત્પન્ન થાય છે. આનતકલ્પના વૈમાનિક દેવોથી યાવત્ અશ્રુત કલ્પના દેવોથી ઉત્પન્ન થતા નથી.
મનુષ્યો નારકોથી યાવત દેવોથી પણ ઉત્પન્ન થાય છે. નારકોમાંથી પ્રથમની ૬ પૃથ્વીના નારકોથી ઉત્પન્ન થાય છે. ૭મી પૃથ્વીના નારકોથી ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી પંચેન્દ્રિયોના ઉવવાય કહ્યા છે. તેઓથી મનુષ્યોનો પણ ઉવવાય પણ કહેવો. વિશેષ એ છે કે ૭મી પૃથ્વીના નરકોથી, તેજસ્કાયિકો, અને વાયુકાયિકોથી ઉત્પન્ન થતા નથી. સર્વ દેવોથી ઉવવાય કહેવો જોઈએ. યાવત્ કલ્પાતીત વૈમાનિક તથા સર્વાર્થસિદ્ધ દેવોથી પણ ઉવવાય કહેવો જોઈએ.
વાણવ્યંતરદેવોનો ઉવવાય ભવનવાસી સમાન છે. જ્યોતિષક દેવોનો એ જ પ્રકારે સમજવો. વિશેષ એ છે કે સંમુછિમ અને અસંખ્યાત વર્ષના આયુના પંચેન્દ્રિય તિર્યંચોના સિવાય, અંતરદ્વીપોના મનુષ્યોને ત્યજીને ઉવવાય કહેવો જોઈએ. વૈમાનિક દેવોના ઉવવાયર
વૈમાનિક દેવો નારકોથી અને દેવોથી ઉત્પન્ન થતા નથી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવોનો પણ ઉવવાય કહેવો જોઈએ. એ જ પ્રકારે સનસ્કુમારદેવો યાવતું સહસાર ના દેવોનો ઉવવાય કહેવો. વિશેષ એ છે કે અસંખ્યાત વર્ષની આયુવાળા તેમજ અકર્મભૂમિ સિવાય ઉત્પન્ન થાય છે.
૩૯૯