________________
વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તેનો ઉત્પાદ પરસ્થાન કહેવાય છે. તેમની અપેક્ષાએ પ્રતિસમય નિરંતર અસંખ્યાત જીવોના ઉત્પાદ થાય છે. કેમકે પૃથ્વીકાય આદિના જીવ અસંખ્યાત છે.
બેઇન્દ્રિય યાવતુ ચૌરેન્દ્રિય સુધી, સમુચ્છિમ તિર્યંચ, ગર્ભજ તિર્યંચ, સમુચ્છિમ મનુષ્યમાં ૧ સમયમાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્ય અને ૯મા દેવલોકથી સર્વાર્થ સુધીના દેવોમાં ૧ સમયમાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે.
સિદ્ધ ૧ સમયમાં ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ ૧૦૮ ઉત્પન્ન થાય છે.
જેવો ઉત્પાત કહ્યો છે તે જ રીતે ઉદ્વર્તના કહેવી જોઈએ. વિશેષ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકો માટે “અવન” શબ્દનો પ્રયોગ કરવો અને સિદ્ધમાં ઉદ્વર્તના ન થાય. ઉદ્વર્તના કયા કયા ભવથી થાય છે ?
નરયિક તિર્યચોથી અને મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. દેવોથી ઉત્પન્ન થતા નથી. તિર્યોમાં પણ એકેન્દ્રિય યાવતુ ચૌરેન્દ્રિયોથી ઉત્પન્ન થતા નથી. પંચેન્દ્રિયમાં જલચર સ્થલચર, ઉરપર, ભુજપર અને ખેચર તિર્યચોથી ઉત્પન્ન થાય છે. સમુચ્છિમ અને ગર્ભજ તિર્યંચો હોય, તે તિર્યંચો સંખ્યાત વર્ષવાળા અને પર્યાપ્તા હોય તે જ તિર્યચોથી ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તા અને અસંખ્યાત વર્ષવાળા તિર્યચોથી ઉત્પન્ન થતા નથી.
નારક નરકગતિથી ઉત્પન્ન થતા નથી. અને દેવોથી પણ ઉત્પન્ન થતા નથી. કેમકે દેવ નરકને યોગ્ય આયુનો બંધ નથી કરતા. મનુષ્યોમાંથી સંમુશ્કિમ મનુષ્યોથી ઉત્પન્ન થતા નથી. ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યોમાંથી કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિ તથા આંતરદ્વીપ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થતા નથી. કર્મભૂમિજ મનુષ્યોમાંથી સંખ્યાત વર્ષવાળા ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષવાળા નહિ. સંખ્યાત વર્ષની આયુવાળામાંથી પર્યાપ્તકોથી ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તકોથી નહિ.
૩૯૭.