________________
શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના વિષયભૂત થયેલા દ્રવ્યોને જાણે છે. અને તેની પ્રજ્ઞાપના તેમજ પ્રરૂપણા કરે છે.
વિભેગન્નાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે છે અને દેખે છે એ જ રીતે થાવત્ ભાવની અપેક્ષાથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત ભાવોને જાણે અને
ખે છે. અલ્પાબહત્વ" - પર્યાયો -
મત્યાજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાયોમાં સર્વથી ઓછા વિર્ભાગજ્ઞાનના પર્યાયો છે. તેનાથી અનંતગણી શ્રુતજ્ઞાનના પર્યાયો છે અને તેનાથી પણ અનંતગણા મત્યજ્ઞાનના પર્યાયો છે.
આભિનિબોધિક જ્ઞાનની પાવત કેવલજ્ઞાની પર્યાયો અને ત્યાજ્ઞાની પર્યાયોમાં થાવતુ વિર્ભાગજ્ઞાનના પર્યાયોમાં સર્વથી ઓછા મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે. તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાયો અનંતગણા છે. તેનાથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગણા છે. તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાયો અનંતગણા છે. તેનાથી શ્રુતાજ્ઞાનના પર્યાયો કંઈક અધિક છે. તેનાથી મત્યાજ્ઞાનના પર્યાયો અનંતગણા છે. તેનાથી આભિનિબોધિક પર્યાયો વિશેષાધિક છે. તેનાથી કેવલજ્ઞાનના પર્યાયો અનંતગણા છે.”
અનંતમાં મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન, તે બંનેનો સ્થિતિકાળ ત્રણ પ્રકારનો હોય છે. અભવ્યની અપેક્ષાએ અનાદિ, અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાંત તથા સમ્યગદર્શનમાં પ્રતીતની અપેક્ષાએ સાંદિ સાંત જે કાળ છે તે જઘન્યથી અ.મુ. હોય છે, તે સમ્યક્તની પ્રતીત જીવને અ.મુ. પછી ફરી સમ્યક્તનો લાભ થયા પછી થાય છે. સાદિ સાંતનો ઉત્કૃષ્ટ સમય અનંતકાળ છે. તે કોઈ જીવને સમ્યક્ત થયા પછી તેનું પુનઃ પતન થઈ જાય છે.
સાદિ અંત સમય જે અનંતકાળરૂપ કહ્યો છે તે સમ્યગ્દર્શનથી પતીત થઈને વનસ્પતિકાયિકોમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત કરીને પછી ફરી સમ્યક્તને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે. વિર્ભાગજ્ઞાન સ્થિતિકાળ જે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટી અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે.
૩૫૮