________________
(૩) અવધિજ્ઞાન લબ્ધિવાળા ઃ- જીવ શાની જ હોય છે. અજ્ઞાની નહિ. કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળાને કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા હોય છે. અવધિજ્ઞાન લબ્ધિ રહિત જીવો જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તેમને અવધિજ્ઞાન છોડીને ચાર જ્ઞાન અને અજ્ઞાની જીવોને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
(૪) મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા ઃ- જીવ શાની હોય છે તે અજ્ઞાની નથી હોતા. તેમાં કેટલાકને આભિનિબોષિક, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે અને ચાર શાન પ્રથમના કેટલાકને હોય છે. મન:પર્યવજ્ઞાનલબ્ધિ વગરના જીવો જ્ઞાની પણ હોય અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હોય છે તેઓને મન:પર્યવ છોડીને ચારજ્ઞાન હોય છે અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
(૫) જે જીવ કેવલ લબ્ધિવાળા હોય છે તે જ્ઞાની જ હોય છે તે અજ્ઞાની હોતા નથી. અને તે કેવળ એક જ્ઞાનવાળા જ હોય છે. એકજ્ઞાનમાં પણ કેવળજ્ઞાન હોય છે. કેવળલબ્ધિથી રહિત જીવો જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જો તે જ્ઞાની હોય છે તો તેઓ કેવલજ્ઞાનને વર્જીને ચાર જ્ઞાનવાળા હોય છે અને જો અજ્ઞાની હોય છે તો ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે.
અજ્ઞાનલબ્ધિવાળા જ્ઞાની નથી હોતા અને તેઓ ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા
હેમ છે. અજ્ઞાનલબ્ધિ વગરના જીવો જ્ઞાની હોય છે. તે અજ્ઞાની નથી હોતા, અને ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. જે રીતે અજ્ઞાનલબ્ધિવાળા અને અજ્ઞાનલબ્ધિ વિનાના જીવના વિષયમાં કહ્યું છે તેવી જ રીતે મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન લબ્ધિવાળા અને તેમની લબ્ધિ વિનાના જીવના વિષયમાં સમજવું. વિભંગજ્ઞાન લબ્ધિવાળા જીવોને નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે. અને વિભંગજ્ઞાન લબ્ધિ વિનાના જીવોને ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. અથવા નિયમા બે અજ્ઞાન હોય છે.
(૨) દર્શનધ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે. અને જ્ઞાની હોય છે તે સમ્યગ્દર્શનવાળા પણ હોય છે. જયારે મિથ્યાદર્શનવાળા અજ્ઞાની હોય છે. સમ્યગ્દર્શનવાળા જ્ઞાનીઓને પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. જ્ઞાનીઓમાં જો એક જ જ્ઞાન હોય તો તે કેવલજ્ઞાન જ હોય છે. બે હોય તો પ્રથમનાં બે, ત્રણ હોય તો પ્રથમનાં ત્રણ, અને ચાર હોય તો પ્રથમનાં ચાર હોય છે. દર્શનલબ્ધિ રહિત કોઈ જ
૩૫૦