________________
(૧૦મું) દ્બિાર
દંડક પ્રકરણમાં દંડકમાં ૨૪ દ્વારોની આગમિક ચર્ચા-સૂક્ષ્મ વિચારણા બતાવી છે. આ વિચારણામાં ૧૦મા દ્વારમાં દૃષ્ટિ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે અનુસાર છે.
દૃષ્ટિના અર્થો :
શાસ્ત્રમાં દષ્ટિ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) જોવું તેને દૃષ્ટિ કહેવાય છે. (૨) ચક્ષુ દ્વારા ઉત્પન્ન દર્શનને દૃષ્ટિ કહે છે. (૩) જિનપ્રણિત તત્ત્વની શ્રદ્ધાને દૃષ્ટિ કહે છે.
દૃષ્ટિના ભેદ ઃ- શાસ્ત્રમાં દર્શાવેલ દૃષ્ટિને ભિન્ન-ભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે.
ષ્ટિના ત્રણ પ્રકારો છે ઃ
(૧) મિથ્યાત્વદૃષ્ટિ (૨) સમ્યગ્દષ્ટિ અને (૩) મિશ્રર્દષ્ટિ.
દૃષ્ટિના ભેદોનું વિવેચન ઃ
મિથ્યાત્વદ્રષ્ટિ :
સર્વજ્ઞ પ્રરૂપિત વસ્તુતત્ત્વ વિષયક વિપરીત સમજણથી યુક્ત જીવોને મિથ્યાર્દષ્ટિ
હે છે.
સભ્યષ્ટિ
સર્વજ્ઞ પ્રરૂપિત વસ્તુતત્ત્વ વિષયક સમજણવાળાને સમ્યગ્દષ્ટ કહે છે.
---
૩૧૭