________________
પર્યાયમાં, માન સમુઠ્ઠાત, માયા સમુદ્યાત જેવા મારણાંતિક સમુદ્દાત કહ્યા છે તેવા અને લોભ, કષાય સમુદ્યાતના સમાન છે. વિશેષ એટલું છે કે બધા દંડકોમાં એકથી લઈને જાણવા.
નારકોમાં નારકપણે ક્રોધ કષાય સમુદ્યાત અતીત અનંત અને ભવિષ્યમાં અનંત છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યાયમાં, એ જ પ્રકારે સ્વસ્થાન અને પરસ્થાનોમાં સર્વત્ર કહેવા જોઈએ. બધા જીવોના ચારે સમુદ્યાત યાવત્ વૈમાનિકોનાં વૈમાનિક પર્યાયમાં જાણવા જોઈએ. અલ્પાબહત્વ":
ક્રોધ સમુદ્યાત, માન સમુઘાત, માયા સમુદ્યાત અને લોભ સમુદ્યાતથી સમવહતમાં અને અકષાય સમુદ્યાતથી સમવહત અને અસમવહતમાં બધાથી ઓછા જીવ અકષાય સમુદ્યાતથી સમવહત છે. કેમકે અષાય સમુદ્યાતથી સમવહત જીવ કોઈ કોઈ જ મળી આવે છે. તેથી માન કષાય સમુદ્ધાતથી સમવહત અનંતગણા છે. કેમકે અનંત વનસ્પતિકાયિક જીવ પૂર્વભવોના સંસ્કારોને કારણે માનસમુદ્ધાતમાં વર્તમાન રહે છે, તેથી ક્રોધ સમુદ્રઘાતથી સમવહત વિશેષાધિક છે. કેમકે માની જીવો કરતાં ક્રોધી
જીવ અધિક હોય છે. તેથી માયા સમુદ્ગાતથી સમવહત જીવો વિશેષાધિક છે. કેમકે ક્રોધી કરતાં માયાવી અધિક હોય છે. તેથી લોભ સમુદ્ઘાતથી સમવહત વિશેષાધિક છે. માયાવી જીવો કરતાં લોભી જીવ વધારે હોય છે. તેથી પણ સમવહત જીવો અસંખ્યાતગણા છે. કેમકે ચારેય ગતિઓમાંથી પ્રત્યેકગતિમાં સમુદ્યાત રહિત જીવ સદા સંખ્યાતગણા અધિક છે. સિદ્ધ જીવ એકેન્દ્રિયોના અનંતમાં ભાગે છે. પરંતુ અહિં તેમની વિવેક્ષા નથી કરાઈ. હવે ૨૪ દંડકોના ક્રમથી અલ્પબદુત્વને જોઈશું.
નારકોમાં બધાથી ઓછા લોભ સમુદ્યાતથી સમવહત છે. કેમકે નારકોને પ્રિય વસ્તુનો સંયોગ નથી મળતો. તેથી માયા સમુદ્ઘાતથી સમવહત સંખ્યાતગણા અધિક છે. તેથી માન સમુદ્યાતથી સમવહત સંખ્યાતગણી છે. તેથી ક્રોધ સમુઘાતથી સમવહત નારક સંખ્યાતગણી છે. તેનાથી અસમવહત સંખ્યાતગણી હોય છે. યુક્તિ પૂર્વવત્ આ બાબત સમજી લેવી.
30૬