________________
નારકોના નારક પર્યાયમાં આહારક સમુદ્યાત અતીતમાં નથી થયા. ભવિષ્યમાં નથી થતા કેમકે આહારક સમુઘાત આહારક શરીરથી જ થાય છે. આહારક શરીર આહારક લબ્ધિની વિદ્યમાનતામાં જ થાય છે. કોઈ પણ બીજા પર્યાયમાં તેનો સંભવ નથી. એ જ પ્રકારે યાવતુ વૈમાનિકોના સમજવા વિશેષ એ છે કે મનુષ્યાવસ્થામાં અતીત સમુદ્દાત અસંખ્યાત અને અનાગત પણ અસંખ્યાત છે. વનસ્પતિકાયિકોના મનુષ્યાવસ્થામાં અતીત આહારક સમુઘાત અનંત અને અનાગત પણ અનંત કહેવા જોઈએ. કેમકે અનંત જીવો એવા છે કે વનસ્પતિકાયથી નિકળીને, મનુષ્યભવ ધારણ કરીને આહારક સમુદ્યાત કરશે. મનુષ્યોના મનુષ્ય પર્યાયમાં કદાચ છે. અને કદાચ નથી. જેવા છે તે જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ ૨૦૦ થી ૯૦૦ સુધી સમજવા. ભાવિમાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. એ પ્રકારે ચોવીસે ચોવીસ દંડકમાં ઘટિક કહેલ છે. બધા મળીને ૧૦૫૬ આલાપક થાય છે.
નારકોના નારક અવસ્થામાં અતીત કેવલી સમુદ્રઘાત નથી. ભાવી કેવલી સમુદ્યાત નથી. કેવલી સમુદ્યાત માત્ર મનુષ્યાવસ્થામાં થાય છે. જે જીવોએ કેવલી સમુદ્ઘાત કરી લીધું હોય તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. કેવલી સમુદ્ધાતના પછી જીવો અ.મુ.માં જ નિયમા મોક્ષ પ્રાપ્ત કરે છે. એ જ પ્રકારે યાવતું વૈમાનિક અવસ્થામાં પણ... વિશેષતા છે કે નારકોની મનુષ્યાવસ્થામાં અતીત સમુદ્યાત નથી થતા. પરંતુ ભાવી અસંખ્યાત છે. કેમકે જે મનુષ્ય કેવલી સમુદ્દાત કરી ચૂકેલ હોય, તેમના નરકમાં ગમન થતાં નથી. તેથી અતીત સમુદ્યાત નથી. પૃચ્છાના સમયમાં જે નારક વિદ્યમાન છે તેમાંથી અસંખ્યાત એવા છે કે જે મોક્ષગમનને યોગ્ય છે. તેથી ભાવી અસંખ્યાત છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યત સમજવું. વિશેષ એ છે કે મનુષ્યતર અવસ્થામાં અતીત અને ભાવી કેવલી સમુદ્યાત નથી થઈ શકતા.
વનસ્પતિકાયિકોના મનુષ્યાવસ્થામાં અતીત કેવલી સમુદ્યાત નથી, પણ ભાવી અનંત છે. કેમકે પૃચ્છાના સમયે અનંતા જીવ એવા છે કે જેઓ અનંતરભવમાં કેવલી સમુદ્દાત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
મનુષ્યની મનુષ્યાવસ્થામાં અતીત કેવલી સમુદ્યાત કદાચ છે અને કદાચ નથી. જ્યારે મનુષ્યાવસ્થામાં કેવલી સમુદ્યાત થાય છે. જઘન્ય ૧, ૨ અથવા ૩ છે અને
૩૦૨