________________
જ અવસ્થાએ રહી મરણ પામે છે. તે પ્રસંગ. એ દંડ અવસ્થામાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલોને પ્રબળ ઉદીરણા વડે ઉદયાવલિકામાં દાખલ કરી, ઉદયમાં લાવી વિનાશ પમાડે છે. મારણાંતિક સમુદ્દાત અંતર્મુહૂર્ત માત્ર શેષ આયુષ્ય કર્માશ્રય છે. અહિં નવીન કર્મગ્રહણ નથી.
(૪) વૈક્રિય સમુદ્દાત ઃ
વૈક્રિય સમુદ્ઘાત કરવાવાળા જીવ પોતાના આત્મ પ્રદેશોને શરીરથી બહાર કાઢીને સ્વશરીરના વિસ્તાર તેમ જ જાડાઈના બરાબર તેમ જ લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ દંડ કાઢે છે. દંડ કાઢીને પૂર્વોપાર્જિત વેક્રિય નામ કર્મના પ્રદેશોને ઉદીરણા વડે ઉદયમાં લાવી વિનાશ કરવા સાથે, રચવા ધારેલા, વૈક્રિય શરીર, વૈક્રિય પુદ્ગલો ગ્રહણ કરી બનાવે છે. ત્યારે આ સમુદ્દાત હોય છે. તે સમુદ્દાત વૈક્રિય નામ કર્માશ્રય છે. (૫) તૈજસ સમુદ્દાત ઃ
તૈજસ સમુદ્દાત કરવાવાળા જીવ તેજો નામ કર્મનું પરિશાટન કરે છે. તેજોલેશ્યાની લબ્ધિવાળો આત્મા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર રચી પૂર્વોપાર્જિત. તૈજસ નામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી નિર્જરવા સાથે તૈજસ પુદ્ગલોને ગ્રહણ કરી તેજોલેશ્યા અથવા શીતલેશ્યા મૂકે છે. ત્યારે હોય છે. તૈજસ સમુદ્દાત તૈજસ શરીર કર્માશ્રય છે.
(૬) આહારક સમુદ્દાત ઃ
આહારક સમુદ્દાત કરવાવાળા જીવ આહારક શરી૨ નામ કર્મના પુદ્ગલોનું પરિશાટન કરે છે. આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુની શ્રી તિર્થંક૨ની સમવસરણાદિ ઋદ્ધિદર્શન અથવા શ્રુતજ્ઞાનમાં ઉપજેલા સૂક્ષ્મ સંદેહનું નિવારણ ઇત્યાદિ કારણથી પોતાના આત્મ પ્રદેશો બહાર કાઢી ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ સ્થૂલ દંડાકાર રચે છે. પૂર્વોપાર્જિત આહારક નામ કર્મના પુદ્ગલો પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી નિર્જરવા સાથે, આહારક શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, આહારક શરીર બનાવવાના સમયે આ સમુદ્દાત કરે છે. આહારક સમુદ્દાત આહારક શરીર
૨૯૪