________________
(૮મું) ઇન્દ્રિયદ્વાર
દંડક પ્રકરણમાં દંડકના ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે. આ વિચારણામાં ૮મા દ્વારમાં ઇન્દ્રિય વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે પ્રમાણે છે.
ઇન્દ્રિયનાં અર્થો :
આગમમાં ઇન્દ્રિયનાં વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) આત્માનું જે લિંગ છે. તેનું નામ ઇન્દ્રિય છે.૧ (૨) ઇન્દ્ર શબ્દનો અર્થ આત્મા છે જે શબ્દાદિ પ્રત્યય વડે જાણી શકાય છે. ઇન્દ્રનો લિંગ ઇન્દ્રિય છે. (૩) જે સૂક્ષ્મ આત્માના અસ્તિત્વનું જ્ઞાન કરાવવામાં કારણરૂપ છે તેને ઇન્દ્રિય કહે છે.૪ (૪) ઇન્દ્ર શબ્દ નામ કર્મનો વાચી છે. તેથી એ અર્થ થયો કે જેનાથી રચાયેલી છે તે ઇન્દ્રિય છે.૫ (૫) જે પ્રત્યક્ષમાં વ્યાપાર કરે છે તેને ઇન્દ્રિય કહે છે. (૬) પોતપોતાના વિષયનો સ્વતંત્ર આધિપત્ય જે કરે તે ઇન્દ્રિય કહેવાય છે.
ઇન્દ્રિયના ભેદો ઃ- આગમમાં જુદા જુદા ભેદો બતાવ્યા છે.
ઇન્દ્રિયો બે પ્રકારની છે॰ :- (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય.
ઇન્દ્રિયો પાંચ પ્રકારની કહી છે - (૧) શ્રોતેન્દ્રિય (૨) ચક્ષુઇન્દ્રિય (૩) પ્રાણેન્દ્રિય (૪) રસેન્દ્રિય અને (૫) સ્પર્શેન્દ્રિય.
ઈન્દ્રિયો છ પ્રકારની કહી છે. :- ઉપર્યુક્ત પાંચ અને (૬) નોઇન્દ્રિય (મન) આગમો અને ટીકાઓમાં આ બાબતનું વિસ્તૃત વિવેચન કરવામાં આવેલ છે. ઃ
ઇન્દ્રિયોથી આત્મા છે એવું જ્ઞાન થાય છે. ઇન્દ્રિયનું સામાન્ય લક્ષણ ઇન્દ્રનો
૨૭૩