________________
સંસાર વધારે છે. અનાદિ કાળથી એ અશુદ્ધ અને સંકલિષ્ટ ભાવોમાં રમી રહ્યો છે. પરંતુ
જ્યારે અંતિમ તેજો, પદ્મ અને શુકલ લેગ્યાનાં પરિણામો આત્મામાં પ્રગટે છે ત્યારે ઉત્થાન થાય છે. આગળ કહેલ જુદા-જુદા દંડકોમાં પ્રશસ્ત વેશ્યાઓ હોય છે. તેના આધારે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પાંચમા ગુણસ્થાનમાં શ્રાવકના વ્રતોનો સ્વીકાર કરી શકે છે. અને કર્મભૂમિનાં સંજ્ઞી મનુષ્ય ઉત્તમ ત્રણ લેશ્યાના આધારે ક્રમશઃ આગળ જઈ શકે છે. જે દેવોને પ્રશમર ત્રણ લેગ્યા છે. તેમ છતાં પણ તેઓ ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી. અપ્રશસ્ત લશ્યાના પરિણામો છૂટી જતાં સહજ પ્રશસ્ત પરિણામો પ્રગટી જાય છે. જેવી રીતે રાત્રીના અંધકાર દૂર કરવા માટે સૂર્યનાં કિરણો સમર્થ છે. તેવી જ રીતે અશુદ્ધ ભાવોને દૂર કરવા શુદ્ધ ભાવોના કિરણો સમર્થ છે અને એ જ શુદ્ધ ભાવો આત્માને મહાન બનાવે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને અધ્યવસાયોનું કઈ રીતે ઉત્થાન અને પતન કરાવે છે તેનો દંડકમાં ખ્યાલ આવે છે. પતનના માર્ગને છોડી શ્રેયના માર્ગને ગ્રહણ કરવા દંડકમાં લેશ્યદ્વાર બતાવેલ છે. લેશ્યા દ્વારા આત્મવિકાસ -
મનના અધ્યવસાય એક સરખા રહેતા નથી તે બદલાયા કરે છે. ક્યારેક કાળા, ક્યારેક કાબરચીતરા, કયારેક ભેળસેળ જેવા, ક્યારેક સારા, કયારેક વધુ સારા, અને ક્યારેક ઉચ્ચશ્રેણીના ઉજ્જવળ બને છે. આ આપણા અનુભવની વાત છે. આ મનના ભાવને “લેશ્યા” કહેવાય છે.
કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાનાં દ્રવ્યો અશુભ છે. અને તેજો, પદ્મ અને શુકલ લેશ્યાનાં દ્રવ્યો શુભ છે. આ દ્રવ્યો મન, વચન અને શરીરના યોગોના અંતર્ગત દ્રવ્યો છે. વેશ્યા કષાયોદીપક હોવા છતાં કષાયરૂપ નથી. કેમકે અકષાયી કેવલજ્ઞાનીને પણ ઉત્તમોત્તમ શુકલ લેશ્યા હોય છે. - પ્રથમ ત્રણ વેશ્યાઓમાં અવિવેક હોય છે. છેલ્લી ત્રણ લેશ્યાઓમાં વિવેક હોય છે. પહેલી ત્રણ લેશ્યાઓમાં અવિવેકની માત્રા ઉત્તરોત્તર ઘટતી જાય છે. જ્યારે છેલ્લી ત્રણ વેશ્યાઓમાં વિવેકની માત્રા ઉત્તરોત્તર વધતી જાય છે. પહેલી ત્રણ લેશ્યાઓમાં નિબિડ પાપરૂપ બંધન ક્રમશઃ ઓછું થતું જાય છે. જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓમાં પુણ્યરૂપ કર્મબંધની અભિવૃદ્ધિ હોય છે. તેમ જ પુણ્યરૂપ નિર્જરાનું તત્ત્વ ઉત્તરોત્તર વધતું
૨૬૫