________________
સિદ્ધોની અવગાહના :
સિદ્ધોની જઘન્ય અવગાહના ૧ હાથ અને આઠ આંગળ છે. મોક્ષમાં જવાને યોગ્ય જીવોની જઘન્ય અવગાહના ૨ હાથ પ્રમાણ છે. તેમાં પોલાણભાગ પુરાવાથી સોળ આંગળરૂપ ત્રીજો ભાગ ઓછો કરવાથી ૧ હાથને ૮ આંગળ થાય છે. અથવા યંત્રપલણ વગેરેથી સંકુચિત થયેલ ૭ હાથના શરીરવાળાની પણ જઘન્ય અવગાહના થઈ શકે છે. બે હાથની અવગાહના કૂર્માપુત્ર વગેરેની જાણવી.
મધ્યમ ચાર હાથ અને ૧ હાથનો ત્રીજો ભાગ ન્યૂન (ઓછી) એવી સિદ્ધોની મધ્યમ અવગાહના છે. ૭ હાથના શરીરવાળાની આટલી અવગાહના બને છે તે પૂર્વોક્ત રીતે જાણવું. બાકી તો ઉત્કૃષ્ટ અવગાહનાથી લઈ જઘન્ય સુધીની વચ્ચેની બધી મધ્યમ અવગાહના જાણવી.
ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ ૧/૩ પ્રમાણ સિદ્ધોની છે. સિદ્ધગમન યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ્ય છે. તેનો ત્રીજો ભાગ ૧૬૬ ધનુષ્ય અને ૬૪ આંગળ થાય. ૫૦૦ ધનુષ્યમાંથી ત્રીજો ભાગ ઓછો કરતાં બાકીનો ભાગ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ' દેડકમાં અવગાહનાનું ચિંતનનું કારણ -
શરીરમાં અવગાહના પુગલની હોય છે. અને તે બદલાતી રહે છે. ૪ ગતિમાં શરીરની સાથે અવગાહના પણ હોય છે. પુદ્ગલની અવગાહનામાં અનંત ભવો પસાર થઈ ગયા. હવે આ માનવભવમાં પુગલોની અવગાહના છૂટી જાય તેવી આરાધના કરીને માત્ર આત્મપ્રદેશોની અવગાહના મેળવવાની છે. સિદ્ધદશા પ્રાપ્ત થઈ જતાં પુગલની અવગાહના છૂટી જાય છે. અને આત્મપ્રદેશોની અવગાહના ત્યાં પડી જાય છે. ચિંતનનું કારણ એ જ છે, કે હવે દ્રવ્યપુગલોની અવગાહનાના ભાવ પૂર્ણ કરી માત્ર આત્મપ્રદેશોની અવગાહના પ્રાપ્ત કરી લેવાય તો અનાદિના ભવભ્રમણ પૂર્ણ થઈ જાય અને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જાય.
૧૯૮