________________
જાણવું અથવા સમજવું.
જેને વૈક્રિય શરીર હોય છે તેને આહારક શરીર ન હોય અને જેને આહારક શીર હોય તેને વૈક્રિય શરીર ન હોય. તૈજસ અને કામણ જેવા ઔદારિકની સાથે એ જ પ્રકારે આહારકની સાથે પણ હોય છે. તૈજસ અને કાર્મણ શરીર ઔદારિકનાં સમાન વૈક્રિય અને આહારકની સાથે પણ પ્રરૂપણા કરવી જોઈએ.
જેને તૈજસ શરીર હોય છે તેને કામણ શરીર નિયમા હોય છે. અને જેને કામણ શરીર હોય છે તેને તૈજસ શરીર નિયમ હોય છે.
ઔદારિક શરીરનાં પુગલ જો કોઈ વ્યાઘાત અર્થાતુ અડચણ ન હોય તો છે એ દિશાઓથી આવીને ચયને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે સનાડીની અંદર અથવા બહાર વ્યવસ્થિત રહેલ ઔદારિક શરીર ધારી જીવનો એક પણ દિશામાં અલોક થસ્તો ની. પરંતુ અલોક આવી જવાથી ૩, ૪ કે ૫ દિશાઓથી ઔદારિક પુદ્ગલોનું ચયન થાય છે. અર્થાત એક દિશામાં અલોક આવી જાય તો પાંચ દિશાઓથી, બે દિશાઓમાં અલોક આવે તો ચાર દિશાઓથી અને જો ત્રણ દિશાઓમાં અલોક આવી જોય તો ત્રણ દિશાઓથી પુદ્ગલોના ચયન થાય છે. | વૈક્રિય શરીર ત્રસનાડીની અંદર જ રહે છે. તેથી છ એ દિશાઓથી આવીને ચયને પ્રાપ્ત કરે છે. એ જ પ્રકારે આહારકના વિષયમાં સમજવું. તૈજસ અને કાર્પણ શરીરના પુદ્ગલનું ચયન ઔદારિક સમાન સમજવું. કેમ કે તૈજસ અને કાર્મણ શરીર બધા સંસારી જીવોને હોય છે. તેથી જ વ્યાઘાત ન થાય તો છ એ દિશાએથી અને વ્યાઘાત થાય તો ૩, ૪ કે ૫ દિશાઓથી ઔદારિક શરીરની જેમ તૈજસ અને કાર્પણ શરીરના પુદ્ગલોનું ચયન કરે છે. I જેવું પુદ્ગલોના ચયના વિષયમાં કહ્યું છે તેવું ઉપચયના સંબંધમાં પણ કહેવું જોઈએ.
જે જીવના ઔદારિક શરીર હોય છે, તેના વૈક્રિય શરીર હોય કે ન હોય કેમ કે કોઈ ઔદારિક જીવ વૈક્રિય લબ્ધિથી સંપન્ન હોય અને વૈક્રિય શરીર બનાવે તો તેનું
૧૬૩