________________
આહારક, તૈજસ એ કાર્મણ. નારકીમાં ઔદારિકાદિ શરીરનું વિવેચનઃ
ઔદારિક શરીર બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. નારકોમાં બદ્ધ ઔદારિક શરીર હોતાં નથી. જેઓ મુક્ત છે તેઓ અનંત છે. તેને જેવાં ઔદારિક મુક્ત કહ્યાં છે તેવાં તેને પણ કહેવાં જોઈએ.
નારકોના વૈક્રિય શરીર બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. તેઓમાં જે બદ્ધ છે તે અસંખ્યાત છે. તેઓ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઓ, અવસર્પિણીઓ કાળમાં અપહૃત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત, શ્રેણીઓ, અત્તરના અસંખ્યાતમો ભાગ તે શ્રેણીઓની વિષ્ક્રભ સૂચિ આંગળનું પ્રથમ વર્ગમૂળ, દ્વિતીય વર્ગમૂળથી ગુણેલ અથવા અંગુલના દ્વિતીય વર્ગમૂળના ધન પ્રમાણમાત્ર શ્રેણીયો, તેઓમાં જે મુક્ત વૈક્રિય છે તેઓને મુક્ત ઔદારિકના સમાન કહી લેવા જોઈએ.
નારકોનાં આહારક શરીરો બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. જે રીતે ઔદારિકના બદ્ધ અને મુક્ત કહ્યાં છે તે જ રીતે આહારકનાં પણ કહેવાં જોઈએ. તૈજસ અને કાર્પણ જેવાં તેઓના વૈક્રિય શરીર છે તેવાં જાણવાં. .
નારકીને બદ્ધ ઔદારિક શરીર હોતાં નથી. કેમ કે ભવના સ્વભાવથી જ તેઓમાં ઔદારિક શરીરનો અભાવ હોય છે. નારીના બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કેમ કે નારક જીવ અસંખ્યાત છે. પ્રત્યેક નારકના એક એક બદ્ધ વૈક્રિય શરીર હોય છે. તે અસંખ્યાત સંખ્યાની કાળની અપેક્ષાએ પ્રરૂપણા કરે છે. અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીર હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે અને શ્રેણી પ્રતરનો અસંખ્યાતમો ભાગ સમજવો જોઈએ. નારકોને બદ્ધ આહારક શરીર હોતાં નથી. કેમ કે તેઓ લબ્ધિથી રહિત હોય છે. તૈજસ અને કાર્મણ શરીરને નારકોના વૈક્રિય શરીરની સમાન જ કહેવાં જોઈએ. અસુરકુમારાદિના શરીરોનું વિવેચન
અસુરકુમારોના ઔદારિક શરીરને નારકોના શરીર પ્રમાણે કહેવા જૈઈએ.
૧૫૮