________________
દાળનાં આકારનો કહ્યો છે. મસૂર એક પ્રકારનું અનાજ છે. જેનો આકાર ચપટો હોય છે. અહિં મસૂરની ફાડ સમજવી જોઈએ. અપકાયનાં શરીરનો આકાર સ્તિબુકબિંદુ જેવો હોય છે. જે બિંદુ વાયુઆદિથી ફ્લાયેલું ન હોય પણ જામેલું હોય છે તે ટીપું સ્તિબુકબિંદુ કહેવાય છે. બેઇન્દ્રિયોના ઔદારિક શરીર હુંડક સંસ્થાનવાળાં હોય છે. એક વિશેષ પ્રકારનું પક્ષી છે જેના શરીરમાં રૂંવાડાં હોતાં નથી. અને જે બટેર નામથી પ્રસિદ્ધ છે. તેને કુંડ કહેવાય છે. એના જેવા આકારવાળાને હુંડક સંસ્થાન કહેવાય છે.
આ રીતે સમુચ્ચય તિર્યંચયોનિકોના નવ, જલચરોના નવ, સ્થલચરોના ૩૬, ખેચરોના નવ એમ આ બધા મળીને કુલ ૬૩ સૂત્ર છે. તેમનાં આલાપક ૨૭૩ થાય છે. (૨) વૈક્રિય શરીર ઃ
જે શરીર દ્વારા વિવિધ ક્રિયાઓ થાય તે વૈક્રિય શરીર કહેવાય છે. જે શરીર એક હોવા છતાં અનેક બની જાય છે અને અનેક હોવા છતાં એક બની જાય છે. નાનાં હોય તે મોટાં અને મોટાં હોય તે નાનાં થઈ જાય છે. આકાશચારીમાંથી ભૂચર અને ભૂચરમાંથી આકાશચારી બની જાય છે. દશ્ય હોવા છતાં અદૃશ્ય અને અદૃશ્ય હોવા છતાં દૃશ્ય બની જાય છે. તે વૈક્રિય શરીર કહેવાય છે.
વિશિષ્ટ, વિલક્ષણ અથવા વિવિધક્રિયા વિક્રિયા છે તેવા થનાર શરીરને વૈક્રિય કહેવાય છે. વિક્રિયા એટલે જુદી જુદી ક્રિયાઓ દ્વારા અનેક ફેરફારવાળું શરીર થઈ શકે છે. દેવોના સૌંદર્યની અપેક્ષાએ તે અદ્ભુત છે. આ શરીર ઔદારિક કરતાં કંઈક વધારે સૂક્ષ્મ પુદ્ગલવર્ગણાઓમાંથી રચાય છે. તેનું બંધારણ સ્વાભાવિક રીતે બંધાય છે. પરંતુ ઔદારિકની પેઠે તેમાં સાત ધાતુનો ક્રમ નથી હોતો.
આ વૈક્રિય શરીર જન્મજાત સ્વભાવતઃ નારકો અને દેવોનાં હોય છે. લબ્ધિનિમિત્તક તિર્યંચોને અને મનુષ્યોને હોય છે. “વેઉન્વિય”નું સંસ્કૃતરૂપ “વૈવિ” સમજવું જોઈએ. વિકુર્વણા અર્થવાળા વિધુર્વ ધાતુથી ભાવ અર્થમાં “ધ” પ્રત્યય થઈને વૈકુર્વિકરૂપ બને છે. અર્થાત્ વિવિધ ક્રિયાઓથી નિષ્પન્ન શરીર વૈકુર્વિક કહેવાય છે. વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ અવસ્થિત શરીર પ્રમાણ ૫૦૦ ધનુષ્યનું હોય છે અને તે માત્ર ૭ મી નરકભૂમિના નાકોમાં જ મળી આવે છે, બીજે ક્યાંય નહિ. જો કે ઉત્તર વૈક્રિય
૧૪૯