________________
(૧૮) સ્થિતિકાર :
સ્થિતિ એટલે આયુષ્ય. જીવો જગતમાં એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને જે ઉત્પન્ન થાય, તે સ્થાને કેટલા કાળ સુધી રહેશે, ત્યાં કેટલા કાળ સુધી જીવ એ સામગ્રીમાં જીવન જીવી શકશે, એનું જે નક્કી થયેલું હોય તે પ્રમાણે તે ક્ષેત્રમાં તેટલા કાળ સુધીની જે સ્થિરતા છે તેને સ્થિતિ કહે છે. એની જે વિચારણા દંડકના જીવોમાં કરવી તે સ્થિતિકાર કહેવાય છે. (૧૯) પતિ દ્વાર:
પર્યાપ્તિ એટલે શક્તિ. કયા કયા જીવોને જીવન જીવવા માટે કેટલી કેટલી શક્તિઓ પ્રાપ્ત થાય છે. એનો જે વિચાર કરાય તેને પર્યાપ્તિ કહેવાય છે. આ (૨૦) મિાહાર દ્વારઃ
જગતને વિશે અલોકનો મોટો ગોળો રહેલો છે. જે અનંત આકાશ પ્રદેશોથી યુક્ત હોય છે. તેની બરાબર મધ્ય ભાગમાં પગ પહોળા કરીને કેડે હાથ રાખીને ઊભેલા મનુષ્યની આકૃતિ જેવો ચૌદ રાજલોક ઊંચાઈવાળો નીચે. સાતરાજ પહોળાઈ વાળો, પછી ઘટતાં ઘટતાં મધ્યભાગ એક રાજ પહોળાઈવાળો લોક આવેલો છે. ચૌદ રાજલોક ઊંચી એક નાડીનો ભાગ ત્રસનાડી તરીકે ઓળખાય છે. તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. જ્યારે એકેન્દ્રિય જીવો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશો ઉપર રહેલા હોય છે. દંડકમાં રહેલા જીવો ક્યા ક્યા દંડકવાળા જીવો કેટલી કેટલી દિશાઓનો આહાર કરી શકે છે એની જે વિચારણા કરાય છે તેને કિનાહાર કહેવાય છે. (૨૧) સંસી દ્વારઃ
જૈન શાસનમાં સંજ્ઞાઓ ત્રણ પ્રકારની કહેલી છે. દંડક પ્રકરણમાં તેનું વિસ્તૃત વર્ણન કરાયેલ છે. (૨૨) ગતિદ્વાર :
ક્યા ક્યા દંડકવાળા જીવો મરીને ક્યા ક્યા દંડકમાં જઈ શકે છે. અર્થાતુ જાય છે. તેને ગતિ કહેવાય છે.
૧૨૦