________________
સ્વ. ભવાનજીભાઈ હાથીભાઈ ગોળવાળા
સ્વ. કેશરબેન ભવાનજીભાઈ
સ્વ. પ્રજ્ઞાબેન પ્રભુલાલ કાંડાગરાવાળા - કચ્છ
પૂજ્ય દાદાજી, પૂજ્ય દાદીજી, પૂજ્ય માતુશ્રી
સદાચાર અને સૌરભથી મહેંકતું આપનું જીવન સૌના માટે આદર્શમય હતું. દાન, દયા, ઉદારતા, હમદર્દી, પરોપકારના આપનામાં દેવીય ગુણો હતા. આપની અદેશ્ય પ્રેરણા અને આશીર્વાદ અમને મળે છે એવો શ્રદ્ધાપૂર્વક અહેસાસ થાય છે.
નારણપુરા સંઘમાં આસરે ૩૦ વર્ષથી મધ્યમકુળમાં દર દિપાવલીના દિવસે ૧ કિલો ગોળ આપવાનું આપે ચાલુ કરેલ તે શુભ કાર્ય આજ સુધી ચાલુ છે. ભાદરવા સુદ પુનમના જુના માધુપુરા મંદિરમાં ૪૦૦ ભિક્ષુકોને ભરપેટ ભોજન કરાવવાનું કાર્ય આજ સુધી નિરંતર ચાલે છે. - આ બધું આપની કૃપાનું જ પરિણામ છે. આપના પિતાજીએ ૧૦૦ વર્ષ પહેલા ગોળની પેઢી ચાલુ કરી હતી. ધંધાની સાથે જ ધર્મને આત્મસાત્ કર્યો હતો. આપે અનેક સંસ્થાઓમાં દાન આપ્યું છે. | ધર્મના રંગાયેલા પૂજ્ય પિતાજી આપ દાન માટે હંમેશા સક્રિય રહો છો. વાપરતા વધે એ આપના જીવનનું ધ્યેય છે. બા. બ્ર. પૂ. ચાંદનીબાઈ મ.સ. રચિત સ્તવનના પુસ્તકમાં લાભ લેવાના ભાવ જાગ્યા તે આપની જ કૃપાનું ફળ છે.
કચ્છ કાંડાગરાવાળા, હાલ-અમદાવાદ, લી. પૂત્ર - ચંદ્રેશભાઈ, પુત્રવધુ : સોનલબેન
પૌત્રી - સલૌની, ફેની