________________
નીતિશતક
પુણથી જ સ્વરક્ષણ પૂર્વ મેળવેલાં પુણ્ય માણસની સર્વત્ર રક્ષા કરે છે, એમ
उपेन्द्रवज्रावृत्त
वने रणे शत्रुजलाग्निमध्ये महार्णवे पर्वतमस्तके वा। सुप्तंप्रमत्तं विषमस्थित वारक्षन्ति पुण्यानि पुरा कृतानि॥९९
વનમાં, રણમાં, શત્રુમાં, જલ અથવા અગ્નિની વચમાં, મહાસમુદ્રમાં અને પર્વત ઉપર, નિદ્રામાં પડેલા, મદ્ય વગેરેથી ભાન વગરના થયેલા અને જોખમ ભરેલા સ્થળમાં સ્થિત થયેલા હોઈએ ત્યારે પૂર્વે કરેલાં પુણ્ય, પુરુષની રક્ષા કરે છે એટલા માટે માણસેએ સર્વદા પુણ્ય જ કરવું જોઈએ. ૯
પુણ્યનું ફળ ન ઘટે તેવાં પશુ સઘળાં કાર્યો પૂર્વજન્મનાં કર્મથી સિદ્ધ થાય છે. बसन्ततिलकावृत्त
भीमं वनं भवति तस्य पुरै प्रधान सर्वो जनः सुजनतामुपयाति तस्य । कृत्वा च भूर्भवति सन्निधिरत्नपूर्णा यस्यास्ति पूर्वसुकृतं विपुलं नरस्य ॥१००॥
જે માણસે પૂર્વ જન્મમાં પુષ્કળ પુણ્ય કર્યો હોય તે માણસ માટે ભયંકર વન પણ મોટું મુખ્ય નગર થાય છે, સઘળા મનુષ્ય સજજન થાય છે અને આખી પૃથ્વી ઉત્તમ ભંડાર તથા રનથી પૂર્ણ થાય છે, એટલા માટે માણસે પુય જ કરવું જોઈએ. ૧૦૦.* *