________________
બે મેલ ( દાસી આવૃત્તિ)
ભર્તૃઝુરિએ ત્રણ શતકેા રચ્યાં કે ચાર શતકે રચ્યાં, તે પ્રશ્નના નિવેડા આવ્યે જ નથી. તેમ શતકા રચવામાં કાઇ ક્રમ રાખ્યા છે કે કેમ, તે પણ કહેવું મુશ્કેલ છે. છતાં Àાક પછી શ્લેાકની સગતિથી તેમાં પ્રકરણા પડ્યાના ભાસ થાય છે. વિદ્વાનાએ તે ગેાઠવવા પ્રયત્ન કર્યાં છે. તેમાં વળી ભતૃહિર રાજાને નામે પણ ઘણા ક્ષેપક શ્લોકા ચઢી ગયા છે, છતાં તે ક્ષેપક Àાકે પણ સુંદર ભાવ–મર્મવાળા છે, એની કાઈથી ના નહીં કહી શકાય. નીતિશતક તે શાળા પાઠશાળામાં ચાલે જ છે. વૈરાગ્ય શતક પણ તેટલેા જ સુંદર સંગ્રહ છે. શૃંગારશતક ઘેર બેસી વાંચી શકાય તેમ છે, તેમાં અનાચિત્ય જેવું કશું નથી. પણ ગૃહસ્થાશ્રમમાં દાંપત્યભાવથી કેમ રહેવું, તેનું જ્ઞાન તે જરૂર પ્રાપ્ત થાય.
વિજ્ઞાન શતક ભર્તૃહરિ રાજાના નામે છે. તેમાં પણુ ઘણા ઉત્તમ લેાકેા છે. શ્રીમદૂભગવદ્ગીતા પાઠશાળા, માધવબાગ, મુંબઇમાં વે. શા. સ', વૈજનાથ લક્ષ્મણુ આઠવલે શાસ્રાજીએ અને તેમના વિદ્વાન સત્પુત્ર વે. શા. સ. પાંડુરગ વૈજનાથ આઠવલે શાસ્ત્રીજીએ નીતિશતક અને વૈરાગ્યશતક સવારના વર્ગમાં અભ્યાસ ક્રમ માટે લીધાં હતાં. તેમના વર્ગમાં શ્રવણુ પથ પર આવેલી કેટલીક હકીકત પણ આ આવૃત્તિમાં ચેાગ્ય લાગતાં ઘટતે સ્થળે લીધી છે.
આખાલવૃદ્ધ સર્વને માટે આ શતક ચતુષ્ટય અત્યંત ઉપકારક લાગશે, એવી અમને આશા છે.
સંવત ૨૦૦૭
ખાબુભાઈ ઇચ્છારામ દેસા
ફાગણ સુદ ૫ તા॰ ૫૩-૫૧