________________
ભર્તુહરિકૃત
.: સંપgિ માતાં ચિત્ત શુધનમા
मापस च महाशलशिलासंघातकर्कशम् ॥५॥ મહાત્માઓનું ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવું કોમળ થાય છે અને આપત્તિમાં મોટા પર્વતની શિલાના સમુદાય જેવું અત્યંત કઠિન થાય છે. (અર્થાત મહાત્માઓનું ચિત્ત સંપતિમાં ગર્વરહિત રહે છે અને વિપત્તિમાં ધીરજવાળું હે છે.) ૫૫ -
સપુરુષનું અસિધારાવ્રત - સજજનની પેઠે વર્તવું, પણ બળ પુરુષની પેઠે વર્તવું નહિ એમ જણવવા માટે પુરુષનાં આચરણનાં વખાણ કરે છે. शिखरिणीवृत्त प्रिया न्याय्या वृत्तिमलिनमसुभङ्गेऽप्यसुकरं त्वसन्तो नाभ्याः सुहृदपिन याच्या कृशधनः। विपधुच्चैः स्थेयं पदमनुविधेयं च महतां सतां केनोद्दिष्टं विषममसिधाराप्रतमिदम् ॥५६॥
ન્યાયથી આજીવિકા ચલાવવી, પ્રિય પ્રાણના નાશની વખતે પણ નિદિત કર્મ ન કરવું, દુર્જનની આગળ યાચના કરવી નહિ, જેનું ધન ક્ષીણ થયું હોય તેવા મિત્ર પાસે પણ માગવું નહિ, વિપત્તિમાં પણ મેટાઈ માં રહેવું અને મહાત્માઓના માર્ગને અનુસરવું, એ પ્રકારે અતિ કઠણ એવું આ અસિધારાવત (તરવારની ધાર જેવું તીર્ણ વ્રત) સપુરુષોને કેણે બતાવ્યું? અર્થાત કેઈએ બતાવેલું નથી, પણ તેમનું તે વ્રત સ્વભાવસિદ્ધ છે. પદ - - - -