________________
૪૮
ભર્તુહરિકૃત માન આપશે; અને શરીર એક કલ્પ સૂધી ટકે તે પણ શું? કારણ કે એ સર્વેને અંત છે, માત્ર ઈશ્વરનામ જ નિત્ય અમર છે.* वसन्ततिलकावृत्त
भक्तिर्भवे मरणजन्मभयं हृदिस्थं स्नेहो न बन्धुषु म मन्मथजा विकाराः। संसर्गदोषरहिता विजना वनान्ता वैराग्यमस्ति किमतः परमर्थनीयम् ॥६८॥ શંકરમાં ભક્તિ, હાય, હૃદયમાં જન્મ મરણને ભય, હોય, બંધુઓમાં નિ રહતા, હાય, કામેત્પન્ન વિકારો ન હાય, સંસર્ગ દોષથી રહિત એવા વિજન વનના પ્રદેશમાં વાસ હોય તથા જેને વૈરાગ્ય હોય તે આ પછી બીજું શું પ્રાર્થનીય છે? ૬૮
બ્રહ્મચિંતન જ શ્રેયસ્કર છે. वसन्ततिलकावृत्त
तस्मादनन्तमजरं परमं विकासि तद्ब्रह्म चिन्तय किमेभिरसद्विकल्पैः।
*स्रग्धरावृत्त
जीर्णा कन्था ततः किं सितममलपटं पट्टसूत्रं ततः किमेका भार्या ततः किं हयकरिसुगणैरावृतो वा ततः किम् । भक्तं भुक्तं ततः किं कदशनमथवा वासरान्ते ततः किम् व्यक्तज्योतिर्न चान्तर्मथितभवभयं वैभवं वा ततः किम् ।।
ફાટેલી કંથા હોય તેય શું ને સ્વચ્છ ધેલું રેશમી વસ્ત્ર હોય તોય શું? એકલી સ્ત્રી જ હોય તેય શું અને હય. ગજના ઉત્તમ ગણોથી વિંટાયલા હોઈએ તેય શું? ભાતનું ભેજન હોય તેય શું અને સાંજે નઠારે અનાજ મળે તેય શું? તથા મનમાં સ્પષ્ટ્ર બ્રહ્મજ્ઞાન ન થાય અને સંસારના ભયનું મથન કરનાર વૈભવ મળે તે પણ શું ?