________________
૧૮
ભર્તુહરિકૃત शिखरिणीवृत्त
फलं स्वेच्छाल भ्यं प्रतिवनमखेदं क्षितिरुहां पयः स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम्।. . मृदुस्पर्शा शय्या सुललितलता पल्लवमयी सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणाः ॥२७॥
વનેવનમાં કલેશવિના સ્વેચ્છાથી પ્રાપ્ત થનારાં કેળું, કેરી અને ફણસ આદિ વૃક્ષેનાં ફળ છે, સ્થાને સ્થાનમાં ઠંડું અને મધુર ગંગા ગોદાવરી આદિ પુણ્યકારક નદીઓનું તીર્થ જળ છે તથા મૃદુ સ્પેશવાળી અને અતિ કોમલ લતાઓના પદ્ધથી બનાવેલી શય્યા છે, તથાપિ ધન મેળવવાની ઈચ્છાથી પરતંત્ર બનેલા કંજુસ પુરુષે ધનિક લોકોનાં દ્વાર આગળ સંતાપ સહન કરે છે. ૨૭
નિર્વેદતાનું સ્વરૂપ मन्दाक्रान्तावृत्त
ये वर्तन्ते धनपतिपुरः प्रार्थनादुःखभाजो ये चाल्पत्वं दधति विषयाक्षेपपर्यस्तबुद्धेः। तेषामन्तःस्फुरितहसितं वासराणां स्मरेयं ध्यानच्छेदे शिखरिकुहरग्रावशय्यानिषण्णः ॥२८॥
જે દિવસે ધનાઢ્યની આગળ પ્રાર્થના કરવાથી દુઃખમય લાગતા, અને વિષયને માટે પ્રયત્ન કરવાથી જેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ હતી એવા મને જે દિવસે ઘણું જ સ્વલ્પ લાગતા તે દિવસનું, ધ્યાનના અંતમાં, પર્વતની ગુહામાં પ્રસ્તરની શય્યા ઉપર બેસીને, હું અંતરમાં ક્રેલા હાસ્યપૂર્વક સ્મરણ કરું છું. ૨૮ ' અર્થાત–એવા સંસારના દુઃખમાં કહાડેલા દિવસે સ્મરતાં હાલની ચગીની અવસ્થામાં તે મિથ્યા મેહ ઉપર