________________
વૈરાગ્યશતક
મુત્ત માનવિનતં પશુન્નારા વર્ષतृष्णे जृम्भसि पापकर्मनिरते नाद्यापि संतुष्यसि ॥२॥
અલંધ્ય અને દુર્ગમ દેશમાં ફર્યા, પણ કંઈ ફળ ન મળ્યું; સાચવવા એગ્ય જાતિ તથા કુલાભિમાન મૂકીને ચાકરી કરી, તે પણ નિષ્ફળ ગઈ; પારકે ઘેર માનવિના કાગડાની પેઠે શંકાશીલ રહેતાં પેટ ભર્યું. તથાપિ પાપકર્મમાં આસક્ત એવી છે તૃષ્ણ! તું તે પ્રતિદિન વધતી જ ગઈ પણ આટઆટલું થતાં એ સંતેષ પામી નહિ? ૨ शार्दूलविक्रीडितवृत्त
उत्खातं निधिशंकया क्षितितलं माता गिरेर्धातवो निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः। मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुंच माम् ॥३॥
પૈસાની તૃષ્ણાએ પૃથ્વીને ખેદી, પર્વતની ધાતુઓને ગાળી, નદીઓના પતિ સમુદ્રને ખેડ્યો, મહા પરિશ્રમે રાજાઓને સંતોષ્યા અને મંત્ર સાધવાને માટે સ્મશાનમાં રાત્રિઓ કહાડી, તેપણ ફૂટી કેડીએ મળી નહિ; માટે છે તૃષ્ણ! હવે તે તું મને છેડ. ૩ शिखरिणीवृत्त
खलोल्लापा: सोढाः कथमपि तदाराधनपरैः निगृह्यान्तर्बाष्पं हसितमपि शून्येन मनसा। कृतश्चित्तस्तम्भप्रतिहतधियामंजलिरपि
त्वमाशे मोघाशे किमपरमतो नर्तयसि माम् ॥४॥ - - ખલ પુરુષોની સેવામાં તત્પર રહેતાં તેમના ઠપકા અતિ કષ્ટપૂર્વક સહન કર્યા, વળી તેમના ઠપકાથી આંખમાં આવી