________________
" શ્રી સેમસરિવિરચિત. ગાથાર્થ–સામાયિક દેશવિરતિ સર્વવિરતિરૂપ પ્રથમાવશ્યક, ચતુર્વેિશતિ સ્તવ-વર્તમાન ચોવીશીને ૨૪ તીર્થકરની સ્તવનારૂપ બીજું આવશ્યક, આદિ શબ્દથી વંદનક, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ ને પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવા. એ રીતે છ પ્રકારના અવશ્ય કર્તવ્યરૂપ આવશ્યક તેને વિષે મેં જે ઉદ્યમ કર્યો હોય. તેનું નિષ્કપટ વૃતિથી સમ્યફ પ્રકારે આરાધન કર્યું હોય તે સુકૃતને હું અનુમોદુ છું. ૫૪.
शुभभावनाद्वारमाह
એ પ્રમાણે સુકૃતની અનુમોદના રૂપ સાતમું દ્વાર કહ્યું. હવે શુભ ભાવનારૂપ આઠમું દ્વાર ચાર ગાથાવડે કહે છે – पुवकयपुन्नपावाणि, सुरकदुकाण कारणं लोए। न य अन्नो कोवि जणो, इअमुणिउं कुणसु सुहभावं। _ 'पुवकय पुनपावा० पूर्वकृतपुण्यपापे पूर्वभवविहितसुकृतदुःकृते सुखदुःखयोः कारणं हेतुलॊके इह जगति वर्तते न चास्ति अन्यः कोऽपि जनो देवोऽसुरादिः मातापित्रादिर्वा तयोः कारणम् । इति मत्वा मनसि विभाव्य । त्वं कुरुष्व शुभभावं अप्रशस्तमनोनिराकरणेनेति ॥ ५५ ॥
ગાથાર્થ –આ લોકમાં સુખ-દુઃખની પ્રાપ્તિના કારણભૂત પૂર્વ ભવમાં કરેલા પુણ્ય-પાપ અથવા સુકૃત-દુકૃત જ છે, બીજું કે અન્ય દેવો કે માતા-પિતા વિગેરે તેના કારણ નથી. આ પ્રમાણે મનમાં વિચારીને અપ્રશસ્ત મનને દૂર કરી તું શુભ ભાવ ધારણ કર. પા. .