________________
શ્રી સમસરિવિરચિત પિતે બિરાજે છે અને બીજી ત્રણ દિશાએ દેવે તેમની જેવા પ્રતિબિંબ રચે છે તેથી ચાર વદનવાળા કહેવાય છે ), દાનાદિ ( દાન, શીલ, તપ ને ભાવરૂપ) ચાર પ્રકારના ધર્મને કહેનારા, એક જન પર્યત વિસ્તાર પામતી વાણવડે દેશના–ધર્મોપદેશ દેવાથી લોકોના ઉપકારી અને ભવ્ય જીવોના નરકાદિ ચાર ગતિના દુઓને અત્યંત પણે દળી નાખનારા–ચૂર્ણ કરી નાખનારા-નાશ પમાડનારા એવા અહત મને શરણભૂત થાઓ. ૩૨.
વળી જે અહંતે જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી મુક્ત એટલે મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિથી રહિત, તથા શ્રેષ્ઠ કેવળજ્ઞાન વડે તેમ જ ઉપલક્ષણથી કેવળદર્શનવડે છવાછવાદિ પદાર્થોના જ્ઞાતા તથા જાત્યાદિ આઠ પ્રકારના સદસ્થાન રહિત ઉપલક્ષણથી માયાસ્થાનાદિકથી પણ મુક્ત એવા અરિહંત મને શરણભૂત છે. ૩૩. * ભવ જે સંસાર તદ્રુપ જે ક્ષેત્ર-જીનું ઉત્પત્તિસ્થાન તેમાં નહીં ઉગના એટલે પુનર્ભવને નહીં પામનારા તેથી અરુહંત અને રાગાદિ ભાવશત્રુ તેને હણવાવડે મૂળથી વિનાશ કરવાવડે શત્રુને હણનારા તે અરિહંત તેમ જ ત્રણ લોકવાસી લોકસમૂહના-દેવ તથા મનુષ્યાદિના પૂજનીય-અર્ચન એગ્ય હોવાથી અહંન્ત એવા ત્રણ પ્રકારના સાર્થક નામવાળા શ્રી અરિહંત-તીર્થકર મને શરણભૂત છે. ૩૪.
द्वितीयं शरणमाह--
હવે બીજા સિદ્ધ ભગવંતના શરણ માટે ચાર ગાથા કહે છે – तरिऊण भवसमुई, रउद्ददुहलहरिलरकदुल्लंघं । जे सिद्धसुहं पत्ता, ते सिद्धा इंतु मे शरणं ॥३५॥