________________
ઉત્પન્ન થઈ જાય છે. આવા ઉત્તમ સ્તોત્રો અને પદોની રચના કરનાર એ મહાપુરુષો પણ આપણા પરમ ઉપકારી છે. ચિદાનંદજી મહારાજે આ પદોની રચના કરવા દ્વારા સ્વકલ્યાણની સાથે પરકલ્યાણને પણ સાધ્યું છે. તેમના પદોને અર્થ સાથે વર્ષો પૂર્વે પ્રકાશન થયેલ આ ગ્રંથનું પુનઃપ્રકાશન પણ અનેક પુણ્યાત્માઓના કલ્યાણમાં નિમિત્તભૂત બનશે તેમાં શંકા નથી.
આ ગૂઢ અને રહસ્યમય પદોના સ્વાધ્યાય, ચિંતન અને અનુપ્રેક્ષાથી અનેક પુણ્યાત્માઓ પ્રભુભક્તિના ભાવોમાં અને વૈરાગ્યભાવોમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એ જ શુભાભિલાષા. '
જિન ભક્તિ દ્વારા સૌ કોઈ શીધ્ર કલ્યાણને સાધો ! એજ શુભેચ્છા વિ. સં. ૨૦૧૧ - વૈ.વદ-૧૧
પ્રેમભુવનભાનુપદ્ધવિનેય જૈન ઉપાશ્રય
- આ. હેમચંદ્રસૂરિ.. નવકાર ફ્લેટ, વાસણા, * અમદાવાદ