________________
(૧૬૩) પાસે દ્રવ્ય રહે તેમ નથી.” દેવી કહે કે-એક વાર આપ તે ખરા, પછી થઈ રહેશે. દેવે તે બ્રાહ્મણને ચિન્તામણિ રત્ન આપ્યું. આગળ ચાલતાં બ્રાહ્મણ પાસે એક કાગડો “કા કા” કરવા લાગ્યો. એટલે પેલા બ્રાહ્મણે તેને ઉડાવવા પેલું ચિંતામણિ રત્ન ફેંકયું એટલે કાગડો ઉદ્ય ગયો, પણ પેલું ચિંતામણિ રત્ન કાંઈક ખાવાને પદાર્થ હશે એમ જાણી તેને ઉપાડતા ગયે. બ્રાહ્મણ હાથ ઘસતે રહ્યો-તેનું દારિદ્ર ગયું નહીં.
આ બ્રાહ્મણને આપણે એકમતે મૂર્ખ કહેવા મંડી જઈએ છીએ, પરંતુ આપણે તેવી મૂર્ખાઈ કરીએ છીએ કે કેમ? તેનો વિચાર કરતા નથી. પણ આપણે તે ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે મૂલ્યવાળા-અમૂલ્ય મનુષ્યજન્મને પામ્યા છતાં વિષયસુખમાં આસકત રહી તેને હારી જઈએ છીએ–તેનાથી પ્રાપ્ત થઈ શકે તેવા અવિચળ સુખને (મેક્ષને) મેળવવા પ્રયત્ન કરતા નથી.
પદ ૭૦ મું.
(પર્યુષણ પર્વની સ્તુતિ.) મણિ રચિત સિહાસન, બેઠા જગદાધાર, પયુષણ કેરે, મહિમા અગમ અપાર; નિજમુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. નાગકેતુની પરે, પર્વ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરૂમુખ અધિકી લીજે;