________________
( ૧૪૦ )
ચાતકના પીયા પીયા શબ્દ સાંભળીને-તે શબ્દોના કાનમાં પ્રવેશ થવાથી વિરહાનળથી મળતી સુમતા અત્યંત આકુળવ્યાકુળ થઈ ગઈ, પરંતુ ચિદાનંદજી મહારાજ કહે છે કે-તેજ વખતે તેના સ્વામી (શુદ્ધસ્વરૂપી આત્મા)એ આવી તેને મળી અધિક સુખ મેળવ્યું –જગતમાં જસ લીધો. સુખ આપ્યું ને સુખ લીધું. (૩)
સાર—આ ૫૪માં ચાતક સાથે અન્યાક્તિ કરેલી છે. પતિવિરહીણી સ્ત્રીઓને તે ખેલીને દુઃખ આપે છે એ હકીક્તને અવલ’ખીને સુમતાએ પાંતાની સ્વામી પ્રત્યેની લાગણી ખતાવી છે. સુમતા તે નિરંતર પતિવ્રતા સ્ત્રી જેમ સ્વામીનું હિત ઈચ્છે તેમ પતિનુ હિત ઇચ્છયાજ કરે છે અને તેને વિભાવદશામાં પડી રહેલા જોઈ દુઃખી થયા કરે છે. તેની અંતરની વિનતિ કોઈ વખત આત્મા સાંભળે છે, ત્યારે વળી પેાતાની સ્વભાવદશામાં આવે છે, એટલે સુમતા આન ંદિત થાય છે. આવુ આ પદમાં રહસ્ય સમાવેલું છે.
પદ ૬૨ મુ.
શ્રી નેમિનાથજીનું સ્તવન, ( અજિતાંજણ દશુ પ્રીતડી-એ રાગ )
પરમાતમ પૂરણ કળા,
પૂરણ ગુણ હા પૂરણ જન આશ;
પૂરણ દષ્ટિ નિહાળીએ,
ચિત્ત ધરીએ હા અમચી અરદાસ. ૫૦ ૧