________________
ખંડ : ૨ જો
૪૩ -: ભકિત :કેટી જન્મના પુણ્યથી, મને મનુષ્યને અવતાર; ભાવધરી પ્રભુ પૂજ્યા નહિ, તે એળે જશે અવતાર,
દેવને દુર્લભ મળેલા માનવભવમાં ભાવથી પ્રભુની નહિ થાય તો માનવભવ એળે જશે. સંસારમાં રખડવાનું કારણ પ્રભુની (ભાવથી) સાચા હૃદયથી ભક્તિ થઈ નથી. મુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હજ પણ કે ક્ષણે, હે જગત બંધુ ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; જ પ્રભુ તે કારણે, દુઃખ-પાવ આ સંસારમાં, જે ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શુન્યાચારમાં
હે પ્રભુ! તારી ભાવ વગરની ભક્તિથી કંઈ ફળ મળતું નથી તે સમજ્યા છતાં પણ આત્માને કર્મ હજી પણ ભૂલાવી દે છે. એટલે તે તારા ધ્યાન વખતે મારું મન જ્યાં ને ત્યાં ભટકે છે. તેને કબજે કરવાની શક્તિ મને આપ અને આપની ભક્તિથી આપ સમાન બનાવીને મારો સ્વીકાર કરી લે. બસ એથી આગળ મને કંઈ કહેતાં આવડતું નથી. વાંચ્યા ઘણું ગ્રંથે વળી, વ્યાખ્યાન બહુએ સાંભળ્યા; પણ ટેવ એકે ના ટળી, વાંચ્યા મુણ્યાથી શું વળ્યું? | ગમે તેટલા વ્યાખ્યાનો સાંભળતા અને ગમે તેટલાં ધર્મના પુસ્તક વાંચતા પણ જે એમાંથી કાંઈ પણ ગ્રહણ ન કર્યું તે વાંચ્યું અને સાંભળ્યું ફેકટ જેવું થશે. જેથી સારા સારે ધર્મના પુસ્તક વાંચ્યા પછી એમાંથી સારો પર પામીને મેગ્ય લાગે તે ગ્રહણ કરીને દેવને દુર્લભ મનુષ્યભવને સફળ કરવા વિનંતિ. ૐ શાંતિ.