________________
ખંડ : ૨ જે
૪૨૭ પણ કુનેહથી રાજવીનું ભલું તાકતાં નીડરતાપૂર્વક પણ મીઠી ભાષામાં જણાવ્યું કેહે રાજન ! આપ તો ન્યાયનીતિના અને પ્રજાના પાલક છે. નાહક અવિચારી પગલું ભરવાથી પાછળ પસ્તાવો થશે. પૂરેપૂરી સાવચેતીથી પરીક્ષા કર્યા બાદ કઈક કરવું એ ઠીક છે. પુત્રીથી યુદ્ધ કરવાને નિષેધ છે. તો પછી પુત્રી પતિ જામાતા સાથે ચઢાઈ અને લડાઈ કરવી, એ તો અજુગતું જ છે. મને ખાત્રી છે કે લલિતાગકુમારનું વર્તન સર્વાગ સુંદર અને સાહસિક કુલીન સંતાનને છાજે તેવું છે. તેમજ તેને વિનય અને વાણી તેની જાતની આદર્શ ભાત પાડે છે. તે આવા ઉપકારી અને મહા પ્રતાપી સાથે એકાએક સંક્રમ સંગ્રામ ન શોભે. વિચારીને કામ કરતાં પાછળ શેચવાનો સમય આવતો નથી.
રાજાના મનમાં મંત્રીની હકીકત મહામુલી અને ગ્રાહ્ય અંકાઈ. રાજાએ કહ્યું કે – ઠીક ત્યારે મંત્રીશ્વર તમે પિતે જ સવેળા જાઓ અને તેની શુભ પિછાણના સંદેશા લઈને આવે. હું તે જાણવા માટે તલપાપડ થઈને બેઠો છું. - “મંત્રિ સુ” એ વાક્યને યથાર્થ કરતાં મંત્રીરાજ કુમારની લશ્કરી છાવણીમાં આવી પહોંચ્યા. એકાએક મંત્રી રાજના આગમનથી કુમારના સૈન્યમાં સનસનાટી ફેલાઈ પરંતુ એકાકી અને શસ્ત્રવિહીન તે આવેલા હેઈ, સી કેઈને ધીરતા જ હતી. રાજકુમારના ઉચિત સત્કારથી સત્કારાયેલાસન્માનાયેલા મંત્રિરાજ નમસ્કાર કરીને કુમારની સમીપ બેઠા. રૂચિકર વાણી દ્વારા બોલતાં તેમણે જણાવ્યું કે હે કુમારેન્દ્ર!