________________
ખંડ : ૨ જે
ઉપકાર એ અમી છે. અપકાર એ ઝેર છે. અપકારી પ્રત્યે ઉપકાર કરવાથી અપકારનું ઝેર ઉતરી જાય છે. અને શત્રુભાવની શેતરંજ સંકેલાય છે. શરીરે ફાટેલાં કપડાં, મુખ ચિંતાની ચિતાથી શ્યામવર્ણ અને ઉદર ભૂખથી ક્ષામ થઈ ગયું. એવી દશામાં સજ્જનને જોઈને પરમાર્થમૂર્તિ કુમારે તે દરિદ્રની પાસે એક નોકરને મેકલી તેને પોતાની પાસે બેલાવવા કહ્યું. તે આવ્યા. અને તેને કુમારે પૂછ્યું કે- “કેમ મને તું ઓળખે છે?” તેણે “સૂર્યને કોણ ન ઓળખે ? એમ જવાબ આપ્યો. અને ભૂમિ ઉપર દષ્ટિ માંડી શરમીદો થયેલે તે ઊભે જ રહ્યો. કુમારે તેને પુનઃ ધર્મશ્રદ્ધામાં સ્થિર કરવાના ઈરાદાથી જણાવ્યું કેરાજા તરીકે નહિ પણ બીજી રીતે તારા મિત્ર લલિતાગને તું ઓળખી શકે છે ?'
લલિતાંગનું નામ સાંભળતાં જ તેણે ધારીને જોયું અને તેને તેની પુરી પિછાન થઈ “અરે, હું તે દુઃખ દાવાનળમાં સળગી ગયે. આ તે નિરાધાર અને અંધ હતો છતાં દેવલોકના સુખને પામે.” એમ વિચાર કરતે સજ્જન લજજા અને ભયથી કં. કુમારે સજજનને દરેક રીતે સમૃદ્ધ કર્યો. જોયું સશીલ આત્માના વિચારે કેટલા ઊંચા હોય છે. બુરૂં કરનારનું પણ ભલું ઈચ્છયું.)
એક સમયે મિત્રની ગોષ્ટિ ચાલતાં, લલિતાંગકુમારે સજજનને પૂછ્યું કે “હે મિત્ર! તારી આવી કરૂણાજનક દશા કેમ થઈ !” સજ્જને લજજાથી કહ્યું કે–“હે મિત્ર!